Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 55
________________ ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતાં. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવના દર્શન કરાવે છે. શબ્દાદિ ઈન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈ મૌન કે અભ્યભાષી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતાં. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેતા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવવાં પાંચેય ઈન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર ધર્મ સાધનામાં બાધક નહતું છતાં ભગવાન કાયાકષ્ટ શું કામ આપતા? ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અંતરધારામાં એ એવા તલ્લીન બની જતાં કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો. શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે. જેની અધ્યાત્મ ચેતના સુપ્ત હોય ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણતઃ હોવાથી તેમની તપ સાધનાની જાગૃતિ સમાધિપેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિન તપ કરવા સાથે સમાધિભાવનું સતત નિરીક્ષણ કરતાં રહેતા અને તેઓ કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહથી પ્રેરિત સંકલ્પથી તદ્દન મૂક્તાવસ્થામાં હતા. અનાર્ય પ્રદેશ ,ગુફા, કોતરો, ખંડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થતું. સાધના દરમિયાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઈચ્છા પણ ન કરતાં. આ વાત શરીર પ્રત્યેના અનાસક્તભાવની પ્રતીતિ કરાવે છે. બ્રાહ્મણ, શ્રમણ ગામના ભિક્ષકો, ચાંડાલ, બિલાડી, કુતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે તપાધિરાજ વર્ષીતપ (૪૩) |

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72