________________
કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતાં. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે અને ક્યારેક ન પણ મળે તો પણ રાગદ્વેષ રહિત સંયમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત રહ્યાં હતાં.
જીવનના કોઈપણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્ય પ્રવૃત્તિ જેવી કે કળા, સાહિત્ય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યણ હોય તો તેમાં સફળતા મળે પરંતુ આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઈ પરંતુ જૈનદર્શનમાં મહાશ્રમણ મહાવીરની તપશ્ચર્યમાં મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસની વાત અભિપ્રેત છે.
મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિર્ભત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઈ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંચય કરવો તેનું નામ તપ.”
જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગથી વિધતુ જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઈ શકે છે તેમ ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટ છે. આથી કોઈપણ ધર્મ તપાસતા પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે.
આ શક્તિ ખોટે માર્ગે વેડફાઈ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ન જાય તેની સંભાળ કે તકેદારી જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે.
ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે. દેહાધ્યાસ છોડવાની પાવન પ્રક્રિયા છે.
સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધકની શક્તિનો બહુ
તપાધિરાજ વર્ષીતપ
(૪૪)