________________
તપ દ્વારા જૂના કર્મોનો નાશ થવો અને જ્ઞાન બળ દ્વારા નવા કર્મો ન આવે તે નિર્જરા છે.જેવી રીતે સરોવરમાં આવતું નવું પાણી અટકી જાય,તેવી રીતે સંવર, આત્મ પ્રદેશ પર કર્મોના આવતા પ્રવાહને રોકે છે .અને જેમ સૂર્યનો તાપ સરોવરના પાણીને શોષે છે તેવી જ રીતે નિર્જરા જૂના કર્મોને શોષી લે છે એટલે નષ્ટ કરે છે .
કર્મરૂપ વ્યાધિનું ઔષધ તપ છે.વ્યાધિ દૂર કરવા માટે જેમ ઔષધિ લેવામાં આવે છે તેમ કર્મરૂપ વ્યાધિનો ઉપાય તપ છે.આયુર્વેદમાં ઔષધ કઈ ચીજ સાથે લેવું તે ચીજને અનુપાન કહે છે.પરંતુ પૂર્વાચાર્યોએ કર્મરોગના ઉપાય માટે અનુપાન અને ઔષધ બન્નેમાં તપનો સ્વીકાર કરવા જણાવ્યું છે.જેમ કે ઔષધમાં આત્યંતર તપમાંથી ધ્યાન કે કાયોત્સર્ગ લીધો હોય તો અનુપાન તરીકે ઉપવાસાદિ બાહ્ય તપ લઈ શકાય .વધારામાં બ્રહ્મચર્ય પાલન કે અભક્ષ્ય ત્યાગ,જિનાજ્ઞા અનુપાન છે.
સમજણપૂર્વકનું તપ જ જીવનમાં લાભપ્રદ પરિણામ લાવે છે.માત્ર પરલોકના રૂપાળા સુખની કલ્પના સૃષ્ટિમાં અટવાઈને તપશ્ચર્યા કરવાનો લાભ નથી .તપ ઔદાસીન્ય,સમજણ, સમત્વ અને સાવધાની સાથેનું હોય તે જ કર્મ નિર્જરામાં સહાયક બને છે.
,
તપમાં સાવધાની એ રાખવાની કે દુર્ધ્યાન ન થવું જોઈએ, મન
વચન કાયાના યોગોને હાનિ ન થવી જોઈએ. ઈન્દ્રિયોને કોઈ પણ
9
પ્રકારે નુકસાન ન થવું જોઈએ. અહીં ઈન્દ્રિયોને પંપાળવાની વાત નથી પણ વિવેક અભિપ્રેત છે.
વારંવાર ઉપવાસાદિ બાહ્ય તપ કરતાં રહેવાથી આહાર સંજ્ઞા પાતળી પડે છે, ખાવા પીવાના શોખ અને રસવૃત્તિ પર સ્વયં અંકુશ આવે, અત્યંતર તપ જેવા કે ધ્યાન વારંવાર કરવાથી ક્રોધ ઉપર સ્વયં અંકુશ આવે તો સમજી શકાય કે તપનું નિર્જરામાં પરિણમન થઈ રહ્યું છે.
તપસ્વી પાસે જ્ઞાનદષ્ટિ હશે તો તે સાધ્યની નિકટતા પ્રાપ્ત કરી લેશે .તપને તેઓ માત્ર દેહદમન નહિ,પરંતુ વૃત્તિઓના શમનના ઉપાય
તપાધિરાજ વર્ષીતપ
(૪૮)