________________
છે.આ નિકાલની પ્રક્રિયા એ જ નિર્જરા ભાવના છે.કર્મનો બંધ આત્મા સાથે થાય છે તે વખતે તેની સ્થિતિ પણ નક્કી થાય છે એ સ્થિતિ એટલે ઉદયકાળ.કર્મ વિપાક ફળ ક્યારે ઉદયમાં આવી શકે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમયની પ્રાપ્તિ થાય તે પહેલાં કર્મ પડ્યું રહે,કંઈ પણ ફળ ન આપે તે વચગાળાના સમયને અબાધાકાળ કહેવામાં આવે છે.
આવી રીતે અનેક કર્મો આત્માને ચોંટેલા હોય છે, તે કર્મોની ઉદયકાળ પહેલા ઉદીરણા કરવી એટલે નીચે પડેલા હોય તેને સપાટી પર ખેંચી લાવી ઉદય સખ (ઉદય સમ્મુખ એટલે કોઈ આપણા ઘરમાં પ્રવેશ ન કરે પણ ઘરનાં દ્વાર સુધી આવી મોટું બતાવી જાય) કરી એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે.કર્મને નિર્જરવા એટલે તેની શક્તિ મંદ પાડી દેવી અથવા ખેરવી નાખવા નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે . કર્મની સમય અને શક્તિને નિર્બળ કરી નાખે છે.એ કર્મની સ્થિતિ ઓછી કરી નાખે અને કર્મનો રસ મંદ કરી નાખે છે.શૂળીની સજા સોયથી પતે તે ન્યાયે આકરા કર્મ હોય તેને નિર્જરા તન નિર્માલ્યા જેવી કરી નાખે છે.નિર્જરાની પ્રક્રિયાને કારણે કર્મની નિર્બળતાનું પરિણમન અંતે આત્માની નિમર્ણતાનું સંવર્ધન કરે છે.નિર્જરા ભાવથી તપ દ્વારા કેટલાંક કર્મોને સીધે સીધા (વિપાકમાં ભોગવ્યા સિવાય )આત્મ પ્રદેશ ઉપરથી (પ્રદેશોદયથી)ખેરવી શકાય છે. આત્મ નિર્જરા દ્વારા સંચિત કર્મોનો ક્ષય થઈ આત્મા હળુકર્મી બને છે.
બાહ્ય તપ છ પ્રકારના છે. અનશન , ઉણોદરી વૃત્તિસંક્ષેપ ,રસત્યાગ કાયાક્લેશ,સંલીનતા અને છ પકારના અત્યંતર તપમાં પ્રાયશ્ચિત , વિનય વૈયાવૃત્ય , સ્વાધ્યાય, શુભધ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે .
કર્મ બંધ બે પ્રકારે થાય છે.નિકાચિત કર્મબંધ અને અનિકાચિત કર્મબંધ બાંધેલા કર્મો ભોગવવા પડે છે .આ જન્મમાં ચા જન્માંતરમાં કોઈ પણ ઉપાયો દ્વારા નિકાચિત કર્મબંધ તુટતો નથી ,ક્ષય પામતો નથી.પરંતુ ઉગ્ર પરને સહારે નિકાચિત કર્મ પણ પ્રાયઃ મોળા પડે છે.
તપાધિરાજ વર્ષીતપ
(૪૭) |