________________
કટકા અને એક નંગ જાયફળનો ઝીણો ભૂક્કો. બનાવવાની રીતઃ લોખંડની કડાઈ અથવા તવીમાં પહેલાં ધીમા તાપે સમદરફળના કટકાને શેકવા. તે ગરમ થયે તેમાં તજ-લવિંગ નાખવાં. હલાવતાં રહેવું. થોડીવારે તેમાં અજમો નાખવો. હલાવીને એકાદ મિનીટ પછી વાસણ નીચે ઉતારવું. ત્યારપછી પણ થોડીવાર સુધી હલાવતાં રહેવું. ઠંડું થયે પત્થરની છીપર પર વાટીને ઝીણો ભૂકો કરવો. છીપર ન હોય તો મિક્સરમાં હલાવીને મેંદા જેવો ઝીણો ભૂકો કરવો. તેમાં જાયફળનો ભૂકો મેળવી દેવો. પછી મેંદાના આંકે ચાળી લેવું. આ પાઉડર એરટાઈટ વાસણમાં ભરી લેવો. ઉપયોગમાં લેતી વખતે એક નાની તપેલીમાં બે ચમચી જેટલો પાઉડર લેવો. તેમાં પાણી નાખીને ભજીયાના પાતળા ખીરા જેવું કરવું. એકદમ ધીરે તાપે થોડીવાર હલાવવું. ચોપડવા જેવું ઘટ્ટ થયે ઉતારી લેવું. તેમાં એક નાની ચમચી ઘી નાખવું. તપસ્વીને શરીરે થોડું થોડું લઈને ધીમે ધીમે ચોળવું. તેનો કસ અંદર ઉતરી જાય તે જોવું. બાકી લેપ આપોઆપ ખરી જશે. ઘીને લીધે ચામડી લીસી રહેશે તેમ જ ચોળતી વખતે બળતરા નહિ થાય. પણ અંદરથી ગરમાવો આવતાં તપસ્વીને સ્કૃર્તિ લાગશે. (આ લેપ શરદી કે તાવના કળતરમાં પણ દર્દીને માથે અથવા શરીરે લગાવી શકાય.)
૬) તપસ્વીમાં કોઈને ગરમીનો કોઠો હોય તો તેને માથું ચડે
ત્યારે કપાળે સુખડ લગાડાય. વળી જે તેને તાળવામાં સખત દુખવા લાગે તો ઘઉંના લોટની કણેક કરીને જાડી ભાખરી જેવું વણીને તેના ઉપર જરા તેલ લગાડીને તપસ્વીને માથા ઉપર મુકીને કપડું બાંધી દેવું. બે કલાક રાખવું. જો તપસ્વીનો કોઠો ઠંડીનો હોય તો ઉપર (૫)માં લખેલ લેપ ઘઉંની કણકમાં ભેળવીને તેની ભાખરી વણીને તપસ્વીને માથે મૂકી દેવું. માથું ચડ્યું હોય તો ઠંડા કોઠાવાળા તપસ્વીને ઉપર (૫)નો લેપ રીત મુજબ કપાળે લગાડવો. તપાધિરાજ વર્ષીતપ
(૫૨)