________________
૭) તપસ્વીને કોઈવાર શીળસ નીકળે છે. ત્યારે કોકમ પલાળીને
તેનું પાણી અવારનવાર લગાડતા રહેવાથી રાહત થાય છે. ૮) શરૂઆતના ત્રણ ચાર દિવસ દરમિયાન જો તપસ્વીને કબજિયાત
જેવું હોય તો સાદા ગરમ પાણીની એનિમા તેની તાસીર મુજબ
આપી શકાય. ૯) પોટલીઃ સામગ્રી - એક ચમચી અજમો, બે લવિંગ, કપૂરની
બે ત્રણ નાની કટકી. અજમો-લવિંગ ધીમે તાપે આછા બદામી રંગનાં શેકવાં. પછી તેનો કરકરો ભૂક્કો કરીને તેમાં કપૂરની (રાઈદાણા જેવી) કટકી નાખવી. મલમલ જેવા સુંવાળા સુતરાઉ કપડામાં મૂકીને બે નાની પોટલી કરવી. તે તપસ્વીને સૂંઘવા આપવી.
તપાધિરાજ વર્ષીતપ
(૫૩)