Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 61
________________ રૂપે સ્વીકારશે . આ સમજણથી તપ દુઃખરૂપ નહિ પણ સુખરૂપ લાગશે અને તપથી આંતરિક આનંદની ધારા અખંડિત વહેશે . તેમના આંતરિક પ્રસન્નતા અને માધુર્યમાં વૃદ્ધિ થશે .અજ્ઞાનીના લાખ વર્ષના તપ કરતાં પણ જ્ઞાનીનું સમજણપૂર્વકનું આત્યંતર ભાવપૂર્વકનું એક શ્વાસોશ્વાસ જેટલું તપ અર્થપૂર્ણ છે. નિર્જરા બે પ્રકારની છે. સકામ અને અકામ.ઈરાદાપૂર્વક કર્મનો જેથી ક્ષય થાય તેને સકામ નિર્જરા કહેવામાં આવે છે.બાહ્ય સાથે અત્યંતર તપથી જે કર્મોખરી પડે છે તે સકામની કક્ષામાં આવે છે.આપણે ઇરાદાપૂર્વક ત્યાગ કરીએ ,સમજીને વસ્તુનો લાભ સુલભ હોય છતાંય મન , વચન અને કાયાના યોગ પર અંકુશ રાખીએ જેથી સકામ નિર્જરા થાય છે. જીવનમાં વ્રત નિયમ દ્વારા ત્યાગ બુદ્ધિએ ભોગ ઉપભોગનો ત્યાગ કરીએ ત્યારે સકામ નિર્જરા થાય છે.એથી ઉલટું સમજણ કે ઈચ્છા રહિત ત્યાગ કરીએ ત્યારે અકામ નિર્જરા થાય છે. પશુને ખાવાનું ન મળે તે ભૂખ તરસ જાણી બૂઝીને સહન કરતા નથી તેમને જે કર્મ ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય .અહી. “કામ”શબ્દ માત્ર ક્રિયા પાછળ રહેલો આશય પરત્વે જ છે.સકામ નિર્જરા પુરુષાર્થજન્ય છે.અકામ નિર્જરા તો માત્ર આગંતુક હોઈ સહેજે બની આવે છે. આમ સકામ નિર્જરા માટે અત્યંતર તપ અનિવાર્ય બની જાય છે. સમક્તી જીવ -જ્ઞાની સમજણપૂર્વક નિર્જરા કરે તેને સકામ નિર્જરા કહી મિથ્યાત્વી અને સમક્તિ, સમ્મુખ જીવો અકામ નિર્જરા કરે છે.પરંતુ બન્નેની કર્મનિર્જરાના પરિણામને સમજવો રસપ્રદ થઈ પડશે .એક વ્યક્તિને શિક્ષા કરવામાં આવી કે તેને આજે જમવાનું આપવામાં આવશે નહિ.મિથ્યા દષ્ટિ જીવની ન જમવાને કારણે અકામ નિર્જરા તો થશે પરંતુ સાથે સાથે તે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન કરશે શિક્ષા કરનાર પ્રત્યે દ્વેષ ભાવ કરશે તેથી તેને કર્મબંધન થશે જ્યારે સમ્યક સન્મુખ જીવ સામે વાળી વ્યક્તિ પરàષ કરશે નહિ પોતાના કર્મને નિમિત્ત ગણી ભૂખ સહન કરી લેશે તેથી તેના નવા કર્મો બંધાશે નહિ. તપાધિરાજ વર્ષીતપ (૪૯)

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72