________________
&
સમજણપૂર્વકનું તપ જ લાભપૂર્ણ પરિણામ આણે છે.
કર્મના બોજથી ભારે બનેલા આત્માને શુદ્ધ અને હળવો બનાવવો, તેનું ચિંતન કરવું, તે નિર્જરા ભાવના છે.આપણે સ્વને કદી બરાબર ઓળખ્યો નથી અને પરને પર રૂપે જાણેલો નથી,એ કારણે જ સાચા સુખથી વંચિત રહ્યા છીએ . આપણે જ આપણા ચૈતન્યને કર્મના ઝાળામાં બંધી બનાવ્યો છે.કર્મના આવરણથી ઢંકાયેલો આત્મા દેખાયજ નહિ તો તેનો પરિચય કઈ રીતે થાય .જ્ઞાનીઓએ આત્માને કર્મથી મુક્ત બનાવવા માટેની પ્રક્રિયાને વેગવંતી બનાવવા વૈરાગ્ય વર્ધક બાર ભાવનાઓ બતાવી છે.ધર્મ ધ્યાનમાં કારણભૂત આત્માનું એની પોતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસંધાન કરાવનાર આ ભાવનાઓ આખા જીવનનું પૃથક્કરણ કરે છે.આપણો પોતાનો પર વસ્તુ સાથેનો સંબંધ કેવો છે અને શા કારણે થયેલો છે અને કેટલો વખત ચાલે તેવો છે તેનું સ્પષ્ટ ભાન કરાવે છે.
આત્મા અને કર્મોનો અનાદિકાળથી સંબંધ છે.આ સંબંધનો ઉચ્છેદ કરવા ,આત્માથી કર્મને છુટા પાડવા માટે નિર્જરા ભાવના ખૂબજ મહત્ત્વનો ભાગ ભજવે છે.તપશ્ચર્યા એ જ નિર્જરાનો એક પ્રકાર છે.બાર પ્રકારના તપના ભેદને કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવી છે. આમ આત્માને કર્મથી છૂટો પાડવાની પ્રક્રિયા એટલે નિર્જરા.આત્મા પ્રતિ આવતા શુભ-અશુભ ભાવોનો નિરોધ કરવો ,અટકાવવો એને સંવર કહ્યો છે.
આશ્રવ એટલે આત્મા પ્રતિ કર્મના પ્રવાહનું વહેવું અને સંવર એટલે આવતા કર્મના પ્રવાહને અટકાવવા નવા આવતા કર્મોને અટકાવવા જેમ પુરુષાર્થ જરૂરી છે,તેવી જ રીતે અગાઉના કર્મોને ખપાવવા માટે પુરુષાર્થ જરૂરી છે.આ કર્મોનો સમૂહ પણ બહુ મોટો હોય છે.દરેક સમયે સાત કર્મ બંધાય છે,ભલે ઉદયમાં આઠ કર્મ હોય પરંતુ ઉદય કરતા કર્મબંધ વધારે થતો હોવાથી આત્મા પર કર્મોના થર જામતા જાય છે. આત્મા પર કર્મોના ભારને ઓછો કરવા માટે તેનો નિકાલ કરવો જરૂરી
તપાધિરાજ વર્ષીતપ
(૪૬)