________________
એક વાર ભરત ચક્રવર્તીને વિચિત્ર સ્વપ્ન આવ્યું હતું. તેમણે ઘોડાની પીઠ ઉપર હાથીને જોયો . બોજથી ઘોડો સ્વાભાવિક રીતે જ ઝુકી ગયો હતો .આ સ્વપ્નનો અર્થ તેમણે ત્રષભદેવ ભગવાનને પૂછયો. ભગવાને જવાબમાં એ સ્વપ્નમાં રહેલી ભાવિની એંધાણી ચીધી બતાવી.તેમણે કહ્યું હતું , મોટા હાથીનો બોજ ઘોડા ઉપર લદાયો છે તે દર્શાવે છે કે પંચમ આરામાં તપશ્ચરણના સમસ્ત ગુણોનો બોજ ઉઠાવવાનું સાધુજનો માટે શક્ય નહિ બને તેમને માટે તપશ્ચર્યા દુષ્કર બની જશે.પણ આની સાથે સાથે જ પ્રભુએ આશ્વાસન પણ આપ્યું હતું કે પંચમ આરામાં કરેલી નાની તપસ્યા પણ મહાન ફળ આપશે.વળી પળવિપળની સ્થિરતા સાથેનું ધ્યાન પણ અત્યંત લાભકારી બનશે. હા , ફલેચ્છા હોવી ન જોઈએ .તપ અનાસક્ત ભાવે થવું જોઈએ .
આપણે સહુ જાણીએ છીએ કે દૈવી કલ્પવૃક્ષ તો સાંસારિક ભોગવિલાસની પૂર્તિ કરે છે . પણ શાસ્ત્રકાર ભગવંતોએ તપને અભૂત કલ્પવૃક્ષની ઉપમા આપી છે. આ તારૂપી અદ્ભુત લ્પવૃક્ષનું –
સંતોષ એ મજબૂત મૂળ છે ;
શાંતિ એ વિસ્તૃત થડ છે ; પાંચ ઈન્દ્રિય નિરોધ એ વિશાળ શાખા-ડાળી છે;
અભયદાન એ પાંદડાં છે ; શીલ-ચારિત્ર્ય એ પલ્લવો-અંકુરો છે;
શ્રદ્ધારૂપ પાણીનું સિંચન જેનાથી ઉત્તમ વિશાળ કુળ બળ , વૈભવ અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે ;
સ્વર્ગ પ્રાપ્તિ એ પુષ્પ છે ; શિવસુખ પ્રાપ્તિ એ ફળ છે.
તપાધિરાજ વર્ષીતપ
(૪૧)