Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 26
________________ તમને ધન્ય છે, પ્રભુએ તમારા હાથે ઈક્ષરસનું પાન કર્યું. એ ઈશ્વરસની ધારા ન હતી, પણ ઉજ્જડ ભૂમિને ફળદ્રુપ કરનારી પુષ્પરાવર્તન મેઘની ધારા હતી, જેણે તમારું તો શું, આપનારનું તો શું પણ એ પાવન, દ્રશ્ય નજરે નિહાળનારનું પણ કલ્યાણ કર્યું. પ્રભુએ તો ઈશ્કરસથી પારણું કર્યું, પરંતુ અમે તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. હે શ્રેય કરનારા શ્રેયાંસ, અમારા સર્વસ્વ દાન સામે પ્રભુએ નજર સરખી પણ ન કરી ! અમ દુર્ભાગીઓને ધિક્કાર ! શ્રેયાંસકુમારે સહુને સાંત્વના આપતાં કહ્યું : તમે એમ શા માટે બોલો છો ? પ્રભુ આજે પૂર્વની પેઠે પરિગ્રહધારી રાજા નથી. આપણાં દાદાતો કંચનકામિનીના ત્યાગી થયાં છે. એમણે ક્ષણભંગુર રાજ્યગદ્ધિને છોડી અમર રાજ્યની શોધ આદરી છે, આપણા માટે જે વસ્તુ લાખેણી ગણાય, પ્રભુ માટે તો એની કિંમત કોડીની પણ ન ગણાય ! એથી જ આજ સુધી ગામેગામ વિચરતા પ્રભુ કશુંય ગ્રહણ કરતા નહોતા, આજે એમને શુદ્ધ ભિક્ષાની પ્રાપ્તિ થઈ, એથી ૪૦૦ ઉપવાસના અંતે પ્રભુએ શેરડીનો રસ ગ્રહણ કર્યો, જે અચેત હોય અને પોતાના માટે કરેલી, કરાવેલી કે અનુમોદાયેલી ન હોય એવી ભિક્ષા પ્રભુ ગ્રહણ કરી શકે. શેરડીનો રસ આવો હતો, માટે પ્રભુએ આજે એને ગ્રહણ કર્યો અને એની ખુશાલી રૂપે દેવોએ ધનવસ્ત્ર પુષ્પોની વૃષ્ટિ કરી. પ્રજાજનોએ શ્રેયાંસકુમારને પ્રશ્ન કર્યો કે જે અમે ન જાણી શક્યા, તે દાનવિધિ આપને કોણે જણાવી. જવાબમાં શ્રેયાંસકુમારે કહ્યું કે : આજ સુધી તો હું પણ દાનની આ રીત જાણતો નહોતો, પણ આજે પ્રભુનું દર્શન થયું અને મારી સ્મૃતિના કમાડ ખુલી જતાં મને પૂર્વ ભવનું જ્ઞાન થયું. એમાં મુનિ તરીકેના ભાવમાં મેં જીવી જાણેલ મુનિચર્યા તાજી થઈ, એથી મને ખ્યાલ આવ્યો કે મુનિને કેવું દાન ખપી શકે ? સૂર્યના ઉદયથી જેમ સૂરજમુખી વિકસે છે, એમ પ્રભુના દર્શન માત્રથી મારા અંતરના અંધારા ઉલેચાઈ ગયાં. જાતિસ્મરણ જ્ઞાનથી હું મુનિધર્મનો તિપાધિરાજ વર્ષીતપ (૧૪) |

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72