Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 33
________________ - ૨. વિનય તપ ઃ જેઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવામાં પાપકર્મનો ક્ષય થાય છે. માટે વિનય ને તપ કહેવામાં આવ્યો છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઉભા થવું મસ્તકે અંજલિ જોડવી. ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વિગેરે અનેક પ્રકારો વિનયના છે. વિનયતપના પાંચ પ્રકાર છે. ૧) જ્ઞાનીનો વિનય કરે તે જ્ઞાનવિનય. ૨) શુદ્ધ શ્રદ્ધાવંતને વંદના નમસ્કાર કરે તે દર્શનવિનય. ૩) ચારિત્રવાનનો વિનય કરે તે ચારિત્રવિનય. ૪) પ્રશસ્ત, કોમળ, દયાળુ અને વૈરાગી વિચાર કરે તે મનવિનય. ૫) હિતમિત અને પ્રિય બોલવું તેને વાણીનું તપ કહ્યું છે તે વચનવિનય. (પ્રિય – કલ્યાણકારી વચન). ૬) ગમન આગમન કરતા ઉભા રહેતા, બેસતાં સૂતા, સર્વ ઈન્દ્રિયોને અપ્રશસ્ત (અયોગ્ય) કાર્યોથી, રોકી પ્રશસ્ત (કરવાં ચોગ્ય) કાર્યમાં પ્રવર્તાવે તેને કામ વિનય કહ્યો છે. ૭) ગુરુની આજ્ઞામાં વર્તે, સ્વધર્મીનું કાર્ય કરે, ગુણાધિક સ્વધર્મીની આજ્ઞામાં વર્તે, ઉપકારીનો ઉપકાર માને, અન્યની ચિંતા ટાળવાનો ઉપાય કરે, દેશકાળને ઉચિત પ્રવૃત્તિ કરે, વિચક્ષણતા અને નિષ્કપટતાપૂર્વક સર્વને પ્રિય લાગે તેવા કામ કરે તેને લોકવ્યવહાર વિનય કહ્યો છે. આમ વિનય પરગુણદર્શન સ્વરૂપ છે. ૩. વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકાર : ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. શિષ્ય, ૪. ગ્લાન (રોગી), ૫. તપસ્વી, ૬. સ્થવિર, ૭. સ્વધર્મી, ૮. કુલ (ગુરભાઈ), ૯. ગણ (સંપ્રદાયના સાધુ) અને ૧૦. સંઘ (તીર્થ) તપાધિરાજ વર્ષીતપ (૨૧)

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72