Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 31
________________ ઉપરથી થોડું થોડું ઘાસ ખાઈ પોતાનો નિર્વાહ કરે છે, તેમ સાધુ પણ ગોચરી કરે છે. ૪. રસપરિત્યાગ : દૂધ, દહીં, તેલ, ઘી, માખણ, ગોળ, મિઠાઈ વિગેરે રસત્યાગને તપ કહે છે. રસનો ત્યાગ એ આહારનો ત્યાગ છે, જ્ઞાનીઓ કહે છે. ૫. કાયક્લેશ તપ : સ્વેચ્છાએ, સ્વાધીનપણે નિર્જરા અર્થે કાયાને કષ્ટ દે તે કાયક્લેશ તપ – કાયોત્સર્ગ ધ્યાને ઉભા રહેવું તે – તડકામાં ઉભા રહીં આતાપના લેવી. કડકડતી ઠંડીમાં નિર્વસ્ત્ર ઉભા રહેવું. સાધુની ૧૨ પડિમા (પ્રતિજ્ઞા) ઉપરાંત લોચ કરવો, ગ્રામાનુગ્રામ વિહાર, શીતતાપ સહન કરવા વિગેરે કષ્ટ સહે તે કાયક્લેશ તપ. ૬. પ્રતિસંલિનતા તપઃ તેના ચાર ભેદ છે. ૧. રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને, રસથી જીભને અને સ્પર્શથી શરીરને રોકી રાખે, ઈન્દ્રિયોના વિષય સંબંધ પ્રાપ્ત થતાં મનને વિકારી ન કરે તે ઈન્દ્રિય પ્રતિસંલિનતા તપ. ૨. ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસલીનતા તપ. ૩. અસત્ય અને મિશ્ર મનના યોગનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહારમાં મન પ્રવર્તાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તે. ઔદારિક આદિ સાત કાયયોગમાંથી અશુભને છાંડી શુભ પ્રવર્તાવે તે રોગ પ્રતિસલીનતા તપ. ૪. વાડી, બગીચા, ઉધાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલીકોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભાસ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ ૧૮ પ્રકારના સ્થાનમાં તપાધિરાજ વર્ષીતપ (૧૯) |

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72