________________
૪. ગામમાં સંતો બિરાજતા હોય તો તેમને વિધિપૂર્વક વંદના કરી પચ્ચખાણ તેમની પાસેથી લેવા.
૫. ૐ શ્રી બાષભદેવાય નમઃ ની રોજ વીસ માળા ગણવી ૬. દરરોજ બાર લોગસનો કાઉસગ્ન કરવો ૭. દરરોજ બાષભદેવાય નમઃ વંદામિ નમ:વામી બોલી બાર વંદના કરવી ૮. વર્ષીતપ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવું ૯. નિત્ય ચૌવિહાર કરવો
૧૦. તપશ્ચર્યા દરમ્યાન – અચેત પાણી – ઉકાળેલું પાણી ઠંડુ કરીને વાપરવું (ફ્રીજમાં મૂકવું નહી)
૧૧. જમતી વખતે સાધુ – સાધ્વીજીને વહોરાવવાની ભાવના ભાવવી અને જમીને થાળી ધોઈને પી જવી.
૧૨. કંદમૂળનો ત્યાગ બાર માસ સુધી કરવો - આઠમ પાખી વિગેરે પર્વના દિવસોમાં લીલોતરી શાકનો ત્યાગ કરવો
સામાન્ય રીતે મૂર્તિપૂજક શ્રાવક-શ્રાવિકાઓ વંદન (ખમાસણા), સ્વસ્તિક(સાથિયા), માળા(નવકારવાળી) અને કાઉસગ્ગ આદિ દેરાસરમાં કરે છે અને પારણાને દિવસે બિયાસણાં કરે છે.
અક્ષય તૃતિયાને દિવસે ઈક્ષરસથી એકાસણાના તપયુક્ત પારણું કરવામાં આવે છે. છેલ્લો છઠ્ઠ અથવા અઠ્ઠમ કરી તપશ્ચર્યા પર કળશ ચઢાવવામાં આવે છે. સાધુ સંત સમીપે કળશ પ્રત્યાખ્યાન કરવામાં આવે છે. પારણાના પૂર્વે ગુરુદેવ (સાધુ-સંત) સમીપે તપસાધનાની શુદ્ધિ (આલોચના) કરવામાં આવે છે.
જૈનશાસનમાં પર્યુષણ એ જેમ પ્રભાવક પર્વ છે, એમ વર્ષીતપ એ પ્રભાવ તપ તરીકે સુપ્રસિદ્ધ છે.
તપાધિરાજ વર્ષીતપ
(૩૨)