________________
તપસ્વીને પારણા અન્ય તપસ્વીના હાથે અથવા તપ કરવાની ભાવના વાળાને હાથે જ કરાવવા તો જ ધાર્મિક અનુષ્ઠાન પરત્વેનું બહુમાન છે.અતિરેકથી મુક્ત થવું જ રહ્યું.
વર્ષીતપની વિધિ મોક્ષાધિકારી, શુભોદય વાળા કલ્યાણના કામી આત્માએ 2ષભદેવ ભગવાનના આ તપને વધાવી લીધો. વ્યવહારથી બાર મહિના ગણ્યા, કારણ ઉત્કૃષ્ટ બાર માસ કીધેલ છે એટલે આ તપને વર્ષીતપ ગણ્યો છે.
શ્રી ઋષભદેવ પ્રભુએ ફાગણવદ આઠમે સંયમનો સ્વીકાર કર્યો, ત્યારથી ચારસો દિવસ બાદ વૈશાખ સુદ ત્રીજે પ્રભુનું પારણું ઈફુરસ દ્વારા થયું. આમ આ તપનું પૂરેપૂરું અનુકરણ તો ચારસો સળંગ ઉપવાસ દ્વારા થઈ શકે. એવી અભૂતપૂર્વ શક્તિ તો પ્રભુ સિવાય કોનામાં હોય. આહાર સંજ્ઞા પર અતિક્રમણ કરનાર આ કાળે અને આ ક્ષેત્રે પ્રભુ જેવા વિરલ આત્મા તો ન સંભવી શકે ! એથી એ તપના આંશિક અનુકરણરૂપે ફાગણવદ ૮થી અથવા વૈશાખ સુદ ત્રીજથી એકાંતર છઠ્ઠ અથવા ઉપવાસથી વર્ષીતપનો પ્રારંભ થાય છે.
આપણે ત્યાં સામાન્ય રીતે અઠ્ઠમ, છઠ્ઠ, એકાંતર ઉપવાસ ,છઠ , અઠ્ઠમ ,આયંબિલ કે એકાસણાં કરીને આ તપ કરવામાં આવે છે. તેર મહિના અને અગીયાર દિવસ પછી શેરડીના રસ (ઈક્ષરસ) અથવા ગોળ કે સાકરના પાણીથી એકસો આઠ ઘડાથી પારણું કરાય છે. છેલ્લા પારણે ઓછામાં ઓછો છઠ્ઠ તપ હોય મોટી તિથિઓમાં પારણું (ખાધાવાર) આવે તો છઠ્ઠ કરવો જોઈએ.
વર્ષીતપ દરમ્યાન તપસ્વીએ નીચે પ્રમાણે નિયમો પાળવા જોઈએ ? ૧. ઉપરાઉપરી બે દિવસ ખાવાનું નહીં ૨. ક્ષમાયુક્ત તપ ઘણો ફળદાયી બને છે, જેથી કષાયનો નિરોધ કરવો. ૩. સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ કરવું
તિપાધિરાજ વર્ષીતપ
(૩૧) |