Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 42
________________ તપશ્ચર્યા પર લોકવ્યવહારનું અતિક્રમણ આપણાં સમાજમાં ઉધઈની જેમ જે કીડો લાગ્યો છે તે તપશ્ચર્યા નિમિત્તે કંઈ લેવા-દેવાનો રિવાજ. જે તપશ્ચર્યા કરે તે સમાજને સગાસંબંધીને સાંજી, લ્હાણી, પ્રભાવના જમણના રૂપે આપે અને સમાજ તપસ્વીને ભેટ રૂપે. આમ શા માટે ? તપશ્ચર્યાની ખુશાલી કે બહુમાનનો હેતુ તેની પાછળ કદાચ હશે, પણ આજે તો એ હેતુ વિસરાઈ ગયો છે, માત્ર વ્યવહારિક દ્રષ્ટિકોણ થઈ ગયો છે. આમ ન કરે તો સમાજમાં નિંદા થાય. શું લોકોત્તર ધર્મ અનુષ્ઠાનોનું આટલું જ મૂલ્ય? શા માટે આવો રિવાજ ? તપસ્વીઓનું ધાર્મિક ઉપકરણો અને ધાર્મિક પુસ્તકો આપીને પણ બહુમાન કરી શકાય. તપની સાથે ત્યાગનો મહિમા છે, જેથી તપસ્વી તેની પહોંચ પ્રમાણે દાન કરે એ પ્રશસ્ત છે. હા, તપશ્ચર્યા કરનારને, તેના સ્વજનોને હોંસ આવે તો ભલે જરૂરિયાતવાળાને આપે તે સમાજ હોય, સંસ્થા હોય કે પરિવાર હોય ! પરંતુ પાંચ પચાસ રૂપિયાનું એક વાસણ ઘરમાં આવ્યું કે ન આવ્યું, તેમાં શું ફરક પડે ? તપશ્ચર્યા કરે તેને આટલું ધન ખર્ચવું જ જોઈએ, નહિ તો તેની તપશ્ચર્યા ,તપશ્ચર્યા ન ગણાય. વળી તેણે તપશ્ચર્યા કરી તેના બદલામાં તેને કંઈક મળવું જ જોઈએ. ધન-સોનું, રૂપું વિગેરે. આ વ્યવહારો કષાય મારક નહિ, પણ કષાય પોષક છે. ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ પણ આવા અતિરેકથી મુક્ત થવું જ રહ્યું અમુક વ્યક્તિ સાંજીમાં ન આવી – તેઓ કાંઈ વ્યવહારમાં સમજતા નથી તેની દીકરીની તપશ્ચર્યા વખતે મેં સોનાનો કરવો આપ્યો હતો – તેણે રોકડાથી ટૂંકું પતાવ્યું. પેલી વેવાણે ભારે ભેટ આપી અને પેલીએ ઘરમાંથી જ પડ્યું હતું તે આપીને પતાવ્યું. ચાસણી આપવાની પ્રથા પણ રીવાજ અને શુષ્ક વ્યવહાર છે. આણે મોંઘી વસ્તુ આપી, આણે સસ્તી આપી – ભાવે તેવી આપી – ન ભાવે તેવી આપી – આ બધાં વિધાનો અપેક્ષા વધારનારા રાગ-દ્વેષ કરાવનારા અને કર્મબંધનના કારણરૂપ બને છે. જો જો કર્મનિર્જરાના હેતુ રૂપ આદરેલી તપસ્યાના અંતે કર્મબંધન ન થઈ જાય ....! તિપાધિરાજ વર્ષીતપ (૩૦)

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72