Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 40
________________ મતાર્થી જીવ વ્રત પ્રત્યાખ્યાન કરતો હોય છે. સામાન્યતઃ એવું જોવા મળે કે કોઈપણ જીવ પહેલા દ્રવ્ય-ચારિત્ર રૂપ વ્રત પ્રત્યાખ્યાનથી જ ધર્મની શરૂઆત કરતો હોય છે. તેને બહુ ખબર ન હોય કે શા માટે વ્રતો કરવા ? કેટલાકને એમ સમજણ પણ હોય કે તપ કરવાથી કર્મ નિર્જરા થઈ તેનો માપદંડ શું? અઠ્ઠમ કરીએ કે માસખમણ ! આટલા તપનું વળતર પણ એવું જ હોવું જોઈએ. અહીં ભૌતિક વળતર હોઈ શકે જ નહિ. અહીં કર્મ નિર્જરાના વળતરની વાત છે. તપશ્ચર્યા પછી આપણે વિચારીએ છીએ કે આપણાં કેટલા કર્મોની નિર્જરા થઈ. આત્મા સાથે સત્તામાં પડેલા કર્મો પોતાની સ્થિતિ પૂર્ણ કરી ક્ષય સન્મુખ થાય તે નિર્જરા તપશ્ચર્યા કરવાથી, કર્મોની સ્થિતિ જલ્દી પૂરી થાય છે અને તે આત્મા પરથી ખરી પડે છે. આ રહસ્યને સમજાવવા માટે જ શ્રીમજીએ ગાથામાં એક માર્મિક શબ્દ મૂક્યો છે. વૃત્તિ તેઓ કહે છે – લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું વૃત્તિને ઓળખવાની છે. કર્મ – સહીત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય. એક સ્વાભાવિક વૃત્તિ અને બીજી વૈભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો તથા ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે, સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણો રૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે રૂપે પ્રગટ થવું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓના સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓને પ્રગટ કરવા માટે જ આખીય ધર્મ આરાધના છે, તેમાં તપનો સમાવેશ પણ થઈ જાય. વૃત્તિને તોડે તે વ્રત આપણને હેરાન કરતી અંદરની વિકારી વૃત્તિને તોડવા માટે જ આપણે તપ કરવાનું છે. જરા રૂપ જોઉં ને અંજાઈ જાઇ, વિકારી શબ્દો સાંભળું, વિકારી દશ્યો જોઉં ને વિકારી વૃત્તિઓ ઉછાળા મારવા માંડે – બહુ તપાધિરાજ વર્ષીતપ (૨૮) - -

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72