________________
તપનો મહિમા
જગતના ધર્મોમાં જૈન ધર્મ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહિંસા, અપરિગ્રહ,અનેકાન્ત ,આત્મલક્ષિતા,આહારનિગ્રહ,આલોચના જેવી અનેક ભાવનાઓ વિશ્વના પ્રત્યેક માનવીના જીવનને પ્રકાશિત કરે તેવી છે.સહકાર સંવાદિતા ,સહિષ્ણુતા, સમ્યકત્વ,શાંતિ,સંયમ,પર્યાવરણ શુદ્ધિ અને ક્ષમાપનામાં માનનાર જૈન ધર્મની મહત્તા સ્વયંસિદ્ધ છે.
જૈન ધર્મ એ આત્મલક્ષી ધર્મ છે;આથી ભૌતિક સમૃદ્ધિ કે સાધનસંપન્નતાને બદલે આત્મજ્ઞાન,આત્મસાક્ષાત્કાર અને સમ્યગ્દર્શન દ્વારા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દેખાડનારો ધર્મ છે.આવા શુદ્ધ આત્મસ્વરૂપને શ્રી અરિહંત ભગવાન પામ્યા છે.તેમની અપૂર્વ વાણીમાં અનન્ય શ્રદ્ધા કેળવવાથી સમકિતની પ્રાપ્તિ થાય છે.આત્મા અને દેહની ભિન્નતા આ એટલે કે ધર્મ ઉત્કૃષ્ટમંગલ છે ,અહિંસા,સંયમ અને તપ દ્વારા તેની આરાધના કરાય છે.
જ્ઞાન,દર્શન, ચારિત્ર,તપ –આ ચાર જૈનધર્મના આધારસ્તંભો છે.આમાં તપનો મહિમા અનોખો છે.અનાદિ કાળની સાંસારિક જન્મ મરણની વેદનાનો નાશ કરવાની ઈચ્છાથી તપ કરવામાં આવે છે.શરીર અને ઈન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને તેમને તપાવે છે માટે તે ધર્મો પ્રમાણી છે.ધર્મના સ્વરૂપને દર્શાવતા કહેવાયું છે
“ધમ્મો મંગલ મુક્કિ અહિંસા,સંજમો તવો 1 ” એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, અહિંસા સંયમ અને તપ દ્વારા તેની આરાધના કરાય છે. જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ ધર્મના આધાર સ્થભો છે. શરીર અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને તેમને તપાવે છે માટે તે “તપ” કહેવાય છે. સ્વેચ્છાએ કરેલું દેહદમન તે તપ છે.
જૈન ધર્મને અહિંસા ધર્મ કહેવામાં આવે છે.એમાં અહિંસા વ્રતને ઘણું મહત્ત્વ આપ્યું છે. આહાર દ્વારા હિંસા અચૂક સંભવે છે ,પણ
તપાધિરાજ વર્ષીતપ
(૩૮)