________________
મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પચ્ચખાણમાં ત્રણ સ્થાવર જીવોની અણ ઉપયોગે વિરાધના થઈ હોય અને કોઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર થઈ ગયા હોય તો મન, વચન, કાયાએ કરી કોઈપણ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
તપમાં માન પોષક વૃતિ જાણ-અજાણ પણે પોષાણી હોય. કુટુંબીઓએ કંકોત્રી ન છપાવી, સાંજી ન ગવરાવી કે પ્રભાવના ન કરી તેનો દ્વેષ થયો તો તસ્સ મિચ્છામિ દુક્કડં. ઉપવાસમાં કોઈએ સેવા ન કરી હોય, અશાતા વેદનીય કર્મના ઉદયે કરી વ્યાધિ આવી હોય ત્યારે હાય ! હું મરી ગયો એવું આર્તધ્યાન થયું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઉપવાસના પારણે આહારથી દેહ ટકી રહ્યો છે એવા હર્ષથી એકરાર થઈ ઉતર પારણામાં અને પારણામાં આનંદ માન્યો હોય તો, જ્ઞાન આત્માનો ખોરાક છે એવું આત્મચિંતન ન કર્યું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
બાહ્ય તપની સાથે આવ્યંતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અજ્ઞાનના અંધારા ઓસરતા નથી, એવું લક્ષ ચૂકી ગયો હોઉં, અને પૂ. ગુરુભગવંતોએ બતાવ્યા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં પ્રમાદ સેવ્યો હોય, બાહ્ય વ્યવહાર-વ્યાપારમાં વૃતિઓ દોડાવી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
બ્રહ્મચર્ય પાલનમાં દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયો હોય અથવા તેને તૃપ્ત કરવાનો તલસાટ થયો હોય તો તમ્સ મિચ્છામિ દુક્કડં.
તપશ્ચર્યા માત્ર કર્મોની નિર્જરા અર્થે છે તેને બદલે લૌકિક માન, પરલોકની આશા, ઈન્દ્રાદિની પદવી ધન કીર્તિ આબરૂ અને ભૌતિકસુખની
તપાધિરાજ વર્ષીતપ
(૩૬) |