________________
તપ: એક વૈજ્ઞાનિક અભિગમ
બાહ્ય અને આત્યંતર તપનું આપણા જીવનમાં માનસિક અને શારીરિક આરોગ્યની દષ્ટિએ પણ ઘણું જ મહત્વ છે. તપને માત્ર આપણે કર્મનિર્જરાના સાધન તરીકે જ સ્વીકારવું જોઈએ. છતાં આપણને તેના વધારાના ફાયદા મળે છે અને કેટલાક માનસિક રોગ દૂર થાય છે. વ્યસનમાંથી મુક્તિ મળે છે. ધ્યાનથી વીલપાવર વધે છે. વધુ પડતી ચંચળતા - વીવરીંગ માઈન્ડ હોય તેમાં સ્થિરતા આવે છે. નિર્ણયશક્તિ વધે છે.
ઉપવાસ દરમ્યાન ભોજન ન લેવાથી, સમગ્ર પાચનતંત્રને પાચનક્રિયાના કાર્યમાંથી મુક્તિ મળવાથી પાચન તંત્રમાં શુદ્ધિકાર્ય આરંભાય છે અને આખા શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ કે વિષદ્રવ્યોનો જમાવ થયેલો હોય તો ઉપવાસ દરમ્યાન તે ઓટોલીસીસની પ્રક્રિયા દ્વારા વિસર્જીત થવા માંડે છે. તેમનામાં રહેલા ઉપયોગી ભાગ શરીરના મહત્વના અંગો હદય, મગજ વગેરેને પોષણ આપવાના કામમાં આવે છે. ઝેર શરીરમાંથી બહાર ફેંકાય છે. ગાંઠો અને ઓછી ઉપયોગી પેશીઓનું વિસર્જન થાય છે. શરીર નિર્મળ અને નિરોગી બને છે.
આયુર્વેદના ગ્રંથોમાં ઉપવાસની ઘણી પ્રશસ્તિ કરવામાં આવી છે, ઉપવાસ અને પ્રાણાયામ દ્વારા ઘણા રોગો મટાડવાની પદ્ધતિ વિકાસ પામી છે. કુદરતી ઉપચારમાં ગાંધીજીએ ઉપવાસનું ઘણું મહત્વ દર્શાવ્યું છે.
વૈભાવિક વૃત્તિને તોડે તે વ્રત...!
આપણાં વિદ્વાન વ્યાખ્યાતા મહાસતી ડૉ. પૂજ્ય તરૂલતા સ્વામીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની ૨૮મી ગાથા સમજાવતા આ વાત ખૂબજ સુંદર રીતે કરી છે.
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહું વ્રત અભિમાન; ગ્રહોનહિ પરમાર્થને, લેવા લૌકિક માન...
તપાધિરાજ વર્ષીતપ
(૨૭)