Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 32
________________ જ્યાં સ્ત્રી, પશુ અને નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ આદિ યથોચિત કાળ રહે તે વિરક્ત શયનાસન પ્રતિસંલીનતા તપ. સમાજમાં તપ શબ્દ અમુક જ પ્રકારના બાહ્ય તપ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. મુનિ જીવનના સાધકો તો આ છએ છ પ્રકારના બાહ્ય તપનો આદર કરે છે. ગૃહસ્થો એ પણ આ તપોને પોતપોતાની ભૂમિકા મુજબ આચરવા જોઈએ. તપશ્ચર્યાથી કર્મોની નિર્જરા થાય છે. કર્મોની નિર્જરા કરીને આત્મ વિશુદ્ધિ કરવાની ઝંખનાવાળા સાધકોએ બાહ્યતા આચરવો જોઈએ. જ્ઞાનીઓ કહે છે કે, વિગઈઓ (રસ) એ શત્રુનું ઘર છે, આયંબિલ એ મિત્રનું ઘર છે, જ્યારે ઉપવાસ એ પોતાની માલિકીનું ઘરનું ઘર છે. જેણે રસ જીત્યો એણે જગત જીતી લીધું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦માં અધ્યયનમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીએ તથા “પ્રશમરતિમાં” વાચક ઉમાસ્વાતીએ કહ્યું છે કે : ૧. પ્રાયશ્ચિત ૨. વિનય-તપ ૩. વૈયાવચ્ચ (સેવા) તપના ૧૦ પ્રકાર ૪. સ્વાધ્યાય ૫. ધ્યાન ૬. વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ કે દેહાધ્યાસ નો ત્યાગ) આ છ પ્રકારના આત્યંતર તપ છે, જેમાં સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ બતાવવામાં આવેલ છે. કને ક્ષય કરનારો તપ આવ્યંતર - અંતરંગ જ છે. ૧. પ્રાયશ્ચિત તપઃ પાપના પર્યાયનું છેદન કરે તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે. પ્રાયશ્ચિત એ સ્વદોષદર્શન સ્વરૂપ છે. ચિત્તશુદ્ધિ જેનાથી થાય તે પ્રાયશ્ચિત, સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક પોતાના દોષ-પાપો કહેવાં, અતિચારો પ્રગટ કરવા અને ગુરુદેવ જે પ્રાયશ્ચિત આપે તે વહન કરવું તેને પ્રયશ્ચિત તપ કહે છે. તપાધિરાજ વર્ષીતપ (૨૦) |

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72