________________
આ દસને આહાર, વસ્ત્ર, પાત્ર, ઔષધ, ઉપચાર લાવી આપવા. સાધુસંતો અને તપસ્વીઓની નમ્રતાથી અને પ્રસન્નચિત્તે સેવા કરવી તે વૈયાવૃત્ય તપ છે. આચાર્ય વિગેરે મને સેવાનો લાભ આપી મારા પર ઉપકાર કરે છે, એ ભાવના ભાવવી.
૪. સ્વાધ્યાય : સજઝાય તપના પાંચ પ્રકાર છે.
૧) સદ્ગુરુના ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર અર્થ ગ્રહણ કરવા તે
વાચના
૨) સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા તે પૃચ્છના ૩) મનમાં આગમતત્ત્વોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા ૪) સૂત્રપાઠનું શુદ્ધિકરણ પૂર્વક ઉચ્ચારણ કરવું તે આમ્નાય
૫) ઉક્ત ચાર પ્રકારના નિશ્ચલ નિ:સંદેહ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો લાભ બીજાને પણ આપે અર્થાત ધર્મોપદેશ અને ધર્મકથા દ્વારા શાસનની ઉન્નતિ ને ધર્મવૃદ્ધિ કરે તે પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ.
૫. ધ્યાનઃ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ૪૮ પ્રકારના ધ્યાન બતાવ્યા છે. જેને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચી શકાય.
આર્ત અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ છે. છાંડવા જેવા છે. (હેય) ત્યાજય છે. ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બે શુભ ધ્યાન છે. જે ઉપાદેય છે, આદરવા યોગ્ય છે. આર્તધ્યાની – મનોજ્ઞ શબ્દ, રસ રૂપ ગંધનો સંયોગ ઈચ્છે અને અમનોજ્ઞ શબ્દાદિનો વિયોગ ઈચ્છે છે. જે રાગદ્વેષ કરાવનાર છે. જે આક્રંદ, રૂદન, શોક, ચિંતા વલોપાત કરાવે છે. રૌદ્રધ્યાની - હિંસા, જૂઠ, ચોરીના વિચાર કરે ભોગોપભોગ વિચારે ને મૃત્યુપર્યત પાપનું પ્રાયશ્ચિત ન કરે. ધર્મધ્યાની વીતરાગની આજ્ઞાનો વિચાર કરે છે, તેમની ચિંતનધારા સુગુરુ સુદેવ અને સુધર્મને શરણે જવામાં વહે છે.
તપાધિરાજ વર્ષીતપ
જ વર્ષીતપ
(૨૨)