________________
તપ : કર્મનિર્જરાનું ઉત્કૃષ્ટ સાધન
કર્મોને તપાવે, નાશ કરે તેનું નામ તપ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ છે. જ્યાં સુધી આત્મા કર્મોથી બંધાયેલો છે, ત્યાં સુધી તે સંસારી છે અને જ્યાં સુધી સંસારી છે ત્યાં સુધી જન્મ-જીવન અને મૃત્યુના દુઃખો જીવે ભોગવવાના રહે છે. જેવી રીતે માટી મિશ્રિત સુવર્ણદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી છૂટી પડી પોતાનું અસલી રૂપ ધારણ કરી શકે છે, તેવી રીતે કર્મરૂપ મેલથી ખરડાયેલો જીવ તપશ્ચર્યા રૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે.
શ્રી ઉતરાધ્યયન સૂત્રના ત્રીશમાં અધ્યાય તથા શ્રી ઉવવાઈ સૂત્રમાં તપના ભેદ બતાવ્યા છે. જેમાં છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આત્યંતર તપ બતાવવામાં આવ્યા છે.
બાહુતપ
૧. અનશન તપ : અન્ન, પાણી, સુખડી, મુખવાસ આ ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો એક ઉપવાસથી છ મહિના સુધીના ઉપવાસનો અનશન તપમાં સમાવેશ થાય છે.
૨. ઉણોદરી તપ ઃ આહાર, ઉપાધિ તથા કષાય કમી કરે તેને ઉણોદરી તપ કહેવાય. તેના બે પ્રકાર. ૧. દ્રવ્ય, ૨. ભાવ.
દ્રવ્ય ઉણોદરી ૧. વસ્ત્ર, પાત્ર ઓછા રાખે તે ઉપકરણ ઉણોદરી ૨.૩૨ ગ્રાસ (કોળિયા)નો આહાર લેવો અને તે ક્રમે ક્રમે ઘટાડતા જવો.
ભાવ ઉણોદરી ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ચાલતા આદિ દોષો ઓછા કરે.
૩. વૃત્તિ સંક્ષેપ ઃ (ભિક્ષાચરી તપ) અલગ-અલગ ગૃહસ્થોને ત્યાંથી પરિમિત ભિક્ષા ગ્રહણ કરી સંયમપૂર્વક નિર્વાહ કરે. જેમ ગાય
તપાધિરાજ વર્ષીતપ
' (૧૮)