________________
જ્ઞાતા બન્યો, એટલું જ નહી પણ પ્રભુ સાથેના પૂર્વના નવ ભવનાં સંબંધ સગપણ મને આ રીતે જણાયાં -
આ ભવથી પૂર્વેના નવમાં ભવમાં પ્રભુજી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામના દેવ હતાં, ત્યારે સ્વયંપ્રભ ! નામની દેવી હું હતો. આ ભવથી પ્રભુ સાથે મારો સંબંધ થયો. પછીના ભવમાં પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં એ વર્જઘ નામના રાજા થયાં, ત્યાં શ્રીમતી નામની રાણી હું હતો. ત્યાર બાદ બે ભવમાં યુગલિક તથા સૌધર્મ દેવલોકમાં મિત્રદેવ તરીકે ઉત્પન્ન થયા. પછી મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભુ જીવાનંદ વૈધ થયાં. તેમનો હું કેશવ નામે પુત્ર થયો, આ પછી બારમાં દેવલોકમાં અમે બન્ને સામાનિક (એક વિમાનમાં રહેવાવાળા) દેવ થયાં. પછીના ભવમાં પ્રભુ પુષ્કલાવતી વિજયમાં વજનાભ નામના ચક્રવર્તી-પુત્ર થયા, ત્યારે હું એમનો સુયશા નામનો સારથી થયો. એમના પિતાશ્રી વજસેન તીર્થકર હતાં. અમે બન્ને સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુતર વિમાનમાં દેવ થયાં. આ ભવ પૂર્ણ થતાં પ્રભુજી શ્રી ઋષભદેવ તરીકે આપણા પર ઉપકાર કરવા અહીં અવતર્યા અને હું એમના પ્રપૌત્ર તરીકે આ નગરીમાં જન્મ પામ્યો. આમ નવ-નવ ભવનાં સંબંધ જાતિસ્મરણ જ્ઞાન થતાં મને સાંભરી આવ્યા અને સુપાત્રદાનનો લાભ હું મેળવી શક્યો.
શ્રેયાંસકુમારનું વક્તવ્ય પૂર્ણ થતાંની સાથે જ નગરશેઠે પૂછયું, આપણે ત્રણેયે આજે જે સ્વપ્ન જોયું, એનું આજના પ્રસંગ સાથે શું અનુસંધાન છે ?
શ્રેયાંસકુમોરે સ્વપ્નની ભૂમિકા સમજાવી – આ ત્રણે સ્વપ્ન દ્વારા શુભના સંકેતો સાચા સાબિત થયાં છે. શ્યામ મેરુને દૂધથી પ્રક્ષાલન કરી ઉજ્જવળ બનાવ્યાનું મેં સ્વપ્ન નીહાળેલું, એનો અર્થ એ છે કે તપથી પ્રભુનો આત્મા તો પ્રદિપ્ત હતો જ. પરંતુ પ્રભુનો મેરુ જેવો દેહ આ દીર્ઘ તપથી જરાક નિસ્તેજ બન્યો હતો. ઈક્ષરસથી પારણું કરાવવા દ્વારા એ દેહને દિપ્તિમંત બનાવવામાં હું, નિમિત્તમાત્ર બન્યો.
તપાધિરાજ વર્ષીતપ
(૧૫) |