Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 25
________________ ક્રોડ સોનૈયા અને કેટલાંય વસ્ત્રોની વૃષ્ટિ કરી. આકાશમાં દુંદુભિનો નાદ ફેલાવ્યો, તેમજ સુગંધથી ભરપૂર પાણી અને પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરી. વૈશાખમાસની શુક્લ તૃતીયાને દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી દિવસે આપેલું તે દાન અક્ષય થયું તેથી તે પર્વ અક્ષય તૃતીયાના નામથી અદ્યાપિ સુધી પ્રવર્તે છે. જગત માં દાનધર્મ શ્રેયાંસથી પ્રવર્યાં અને બાકીનો સર્વ વ્યવહાર અને નીતિનો ક્રમ ભગવંતથી પ્રવર્યો. એકસો આઠ ઘડા પ્રભુના કરપાત્ર દ્વારા મુખમાં સમાઈ ગયાં. એટએટલા ઘડા પ્રભુના કરપાત્રમાં સમાઈ શક્યા.શ્રેયાંસે ઘડો લઈ હર્ષનત્ય કર્યું. એ આનંદ એના ચિત્તપાત્રમાં છલકાઈ ઉઠ્યો. એ રોમાંચિત થઈ ઉઠ્યો. આજે એણે નિષ્પાપ જીવનનો આદર્શ અને નિરવધ આહારનો મહિમા જગતમાં સ્થાપિત કર્યો હતો. આજના પવિત્ર દિવસ અક્ષય તૃતીયાને સુપાત્ર દાનનું સંદેશવાહક પર્વ બનાવ્યું હતું. જાણે શ્રેયાંસકુમારે સુકાતા કલ્પવૃક્ષને અમૃતપાન કરાવી નવપલ્લવિત કરી દીધું. અક્ષય તૃતીયા પર્વની પ્રતિષ્ઠા થઈ ! પ્રભુએ પારણું કરી શ્રેયાંસકુમારને તારી દીધા. ધન્ય હો દાન લેનારને ! ધન્ય હો દાન દેનારને ! હસ્તિનાપુરની જનતા માટે આજનો પ્રસંગ ઘણાઘણા આશ્ચર્યોને ખેંચી લાવનારા પ્રશ્નો પેદા કરી રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે આ શ્રેયાંસકુમાર કઈ રીતે સમજી ગયાં અને પ્રભુનું પારણું એમના હાથે થયું ! આ દિવ્યધ્વનિ શાનો? ધનની વૃષ્ટિ શાની? વાતાવરણની પ્રસન્નતામાં દિવ્યતા કોણ ખેંચી લાવ્યું ? પ્રભુ તો ૪૦૦ દિવસના (ફાગણ વદ આઠમથી અક્ષય તૃતીયા) ઉપવાસનું પારણું કરી જળમાં જેમ મીન સરકે તેમ અન્યત્ર પધારી ગયાં. પછી નગરજનોએ શ્રેયાંસકુમારને કહ્યું, હે કુમાર ! જગતમાં તિપાધિરાજ વર્ષીતપ (૧૩)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72