________________
રસ્તામાં પગલે ને પગલે નગરજનો, ગ્રામજનો અને વનચરો ભાતભાતની ભેટ લઈને આવતાં ને ગદગદ્ કંઠે કહેતાં ઓ તારણહાર, અમે તમારી આ દશા જોઈ શકતાં નથી, સ્નાન કરવાને યોગ્ય જળ તૈયાર છે, પહેરવા વસ્ત્રો તૈયાર છે, કૃપા કરો અને અમને ધન્ય કરો !
પ્રભુ કંઈ લેતા નથી ને આગળ વધે છે. ત્યાં બીજા નગરજનો આવે છે, કહે કે, લક્ષપાક તેલ તૈયાર છે, મર્દન કરો. ગંધકષાયી વસ્ત્ર હાજર છે. સમાર્જન કરો. ગોશીર્ષચંદન તૈયાર છે, વિલેપન કરો. દેવાગના જેવી અમારી કન્યાઓને સ્વીકારો. તેમને સનાથ કરો, એમ કરીને પ્રભુ એનો અને અમારો જન્મ સાર્થક કરો.
પ્રભુ તો મૌનની દિવાલમાં વસી ગયાં છે, નથી હસતા, નથી કંઈ કહેતા, આગળને આગળ વધે જાય છે. બધાં વિચારે છે, આપણા નાથને શું જોઈતું હશે ? દયાનિધિને શાની વાંચના હસે ? અરે એમની કાંચન વરણી કાયા રજે ભરાણી છે. સ્નાન નથી, ખાન નથી, તાંબુલ નથી, વાહન નથી, વૈભવ નથી.
ભગવાન ઋષભસ્વામી આર્ય અને અનાર્ય દેશમાં મૌનપણે વિચરતાં હતા. એક વર્ષ પર્યંત નિરાહાર પણે રહેલા પ્રભુએ વિચાર્યું કે દીપક જેમ તેલ વડે જ બળે છે અન વૃક્ષ જેમ જળથી જ ટકે છે, તેમ પ્રાણીઓના શરીર આહારથી જ રહે છે. તે આહાર પણ બેતાળીશ દોષ રહિત હોય તો સાધુએ મધુકરી વૃત્તિથી ભિક્ષા કરી યોગ્ય અવસરે ગ્રહણ કરવો યુક્ત છે. વિતેલાં દિવસોની પેઠે હજીપણ આહાર નહિં લેતા હું અભિગ્રહ કરીને રહીસ તો મારું શરીર તો રહેશે, પરંતુ જેમ આ ચાર હજાર મુનિઓ ભોજન નહિ મળવાથી પીડિત થઈ ભગ્ન થયા તેમ બીજા મુનિઓ ભંગ પામશે.
સંસારીજનો તો સંતાપ કરતાં રહ્યાં ને આદિનાથ તો ધીરે ધીરે આગળ ચાલ્યા ગયાં – ભૂખ્યાને તરસ્યા, પણ દેહ છેવટે તો દેહ જ છે ને ! આત્મા ભલે અનંત શક્તિમાન હોય, પણ દેહ તો પૌદ્ગલિક છે !
તપાધિરાજ વર્ષીતપ
(૬)