________________
L
તજી દીધું હતું. એથી એની પર નજર પણ માંડ્યા વિના પ્રભુ આગળ વધી જતાં. આવું એક ગામ કે એક દિવસ સુધી નહોતું બન્યું, પણ અનેક ગામ માટે અને અનેક દિવસ સુધી બની રહ્યું.
કચ્છ અને મજાકચ્છ રાજાઓ અને જેઓને ભગવાને જ સુધારી સંસ્કારી બનાવ્યા હતા, એ ચાર હજાર રાજાઓ પ્રભુ પાછળ રાજપાટ ત્યાગીને ચાલી નીકળ્યા. આમ તો અનેકવાર શોખથી પ્રભુ સાથે બધે હર્યા ફર્યા હતાં અને આનંદ કર્યો હતો. પ્રભુની નિશ્રા હોય ત્યાં બધી વાતે લીલાલહેર જ હોય ને !
પરંતુ આ સમયની વાત અલગ હતી. દીક્ષા વખતે કરેલા ઉપવાસના પારણાનો સમય થઈ ગયો, પણ ભગવાન કંઈ ગ્રહણ કરતાં નથી. રસાળ ઝાડના ઝૂંડતો ફળથી ઝૂમી રહ્યાં છે. પણ જાણે કિંપાક ફળ સમજી પ્રભુ એને સ્પર્શ સુદ્ધા કરતાં નથી. સ્વાદિષ્ટ જળનાં નવાણાં ભર્યાં છે, પણ જાણે ખારોદૂધ સમંદર સમજી પ્રભુ એનું અંજલિ જળ સુદ્ધાં ગ્રહણ કરતાં નથી.
દિવસોથી મૌન છે, સ્નાન નથી, વિલેપન નથી, વન કુંજરની જેમ શરદી-ગરમી એમને સતાવતી. ભ્રમણ, પરિભ્રમણ ને ભ્રમણ.
પ્રભુને સાનિધ્યે વિચરતાં ચાર-ચાર હજાર રાજાઓની સહિષ્ણુતાને આ એક મહામાનવે થકવી દીધી. ભૂખ્યા પેટે, તરસ્યા કંઠે, વનચરની જેમ ગામ-ખેતરમાં ને વનજંગલોમાં ઘુમતાં ઘુમતાં કષ્ટ સહન કરવું એમને ભારે પડવા લાગ્યું. રાજાઓને તલવારથી હજારો દુશ્મનો સાથે યુદ્ધ કરવું સહેલું લાગ્યું, પરંતુ પરિષહ અને ઉપસર્ગો સહિતનું આવું તપ દુષ્કર લાગ્યું. એ બધાં તો જ્યાં સારી જગ્યા મળી ત્યાં પર્ણકુટીર બાંધીને હ્રદયમાં ધ્યાન કરતાં ત્યાંજ રહ્યાં.
ત્રિલોકના નાથ પૃથ્વીપતિ એકલાં રહ્યાં. મેરૂ ચળે પણ તેમનો નિશ્ચય ચળે તેમ નહોતો અને અનેક દિવસો સુધી આવોજ ક્રમ ચાલતો રહ્યો.
તપાધિરાજ વર્ષીતપ
(૫)