Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 15
________________ આદિનાથ રાજપાટનો ત્યાગ કરીને ક્યા પંથે જવા કટિબદ્ધ બન્યા હતા ? કોઈ એનો તાગ પામી શકતું નહોતું અને તેથી સર્વસ્વનો ત્યાગ કરીને જંગલની વાટે ચાલી નીકળેલા પ્રભુને પ્રજા આશ્ચર્ય અને આઘાતથી અશ્નપૂર્ણ આખે જોતી રહી. માતા મરુદેવી દોડી આવ્યા. વત્સ મને તજીને ન જા ! મારી જીવનસંધ્યા તારા દર્શનથી પ્રભાતનું સૌમ્ય સુખ અનુભવે છે – માતા ! દરેક સંધ્યા, પ્રભાતની પુરોગામી છે, મુક્ત પ્રવાસે જતા પંખીને માળાનો મોહ ન કરાવો ! દેવી સુમંગલા અને દેવી સુનંદા કહે, અમને જીવન કે મૃત્યુમાં સાથે લઈ જાઓ. દેવી મૃત્યુના પ્રવાસમાં ઈચ્છા હોય તો પણ કોઈને સાથે લઈ જઈ શકાતું નથી, વિયોગની ઘડીએ પ્રેમની તીવ્રતા સમજાય છે, એ તીવ્રતાના તાપમાં જીવનની વિશુદ્ધિ શોધી લો. પહાડ જેવો બાહુબલી માર્ગ વચ્ચે પહાડ બનીને ઉભો રહ્યો. સુદરી અને બ્રાહ્મી ઊભાં ઊભાં આંસુની પાળ રચી રહ્યાં હતા. પુત્રીઓ માર્ગ રોક્વા માટે નહીં પરંતુ, આંસુને અંતરની શુદ્ધિ માટે વાપરો. સંસારને વળી એક નવું શાસન આપવા આત્મખોજના મહાસ્વપ્નને સાકાર કરવા માટે મારે જવાનો સમય થઈ ગયો છે. આકાશ મારું આશ્રયસ્થાન, દિશા મારું વસ્ત્ર, પવનના સહચર્યથી હું મૌનના મહેલમાં વિચરીશ. સેવા, હર્ષને શોક બન્નેને છોડી જાઉં છું. સ્વજન કે સ્નેહી બન્નેને તજીને જાઉં છું માન અને અપમાનને મૂકીને જાઉં છું. સંપત્તિ કે સાધનનો સદંતર ત્યાગ કરીને જાઉં છું. જન્મ,જરા અને મૃત્યુને વિષાદના ગુહ્ય તત્ત્વને શોધવા જાઉં છું. મારાદેહરૂપી ધનુષ્યને એ રીતે ખેંચીશ તપાધિરાજ વર્ષીતપ (૩)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72