Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 16
________________ જેથી મારું તીર સરળતાથી લક્ષ્યને વેધશે તે આટલું બોલતાં બોલતાં ત્રઢષભદેવે પોતાની એક મુષ્ટિથી દાઢી અને મૂછના વાળના ગુચ્છાને ચૂંટી કાઢ્યો. બીજી મુષ્ટિ બિડાઈને મસ્તકના વાળનો એક ગુચ્છો ચૂંટ્યો. આમ ચાર મુષ્ટિથી વાળના ગુચ્છો ખેંચ્યા. આ દશ્ય નિહાળી દેવી સુમંગલા અને માતા મરુદેવી મૂચ્છ પામી ભૂમિ પર પડી ગયાં. મુચ્છ વળતાં કરૂણ સ્વરે આક્રંદ કરવા લાગ્યાં. પૃથ્વીનાથ ત્રાષભદેવે પાંચમી મુષ્ટિ પાછી ફેરવી. સૌંદર્યના મહાન ભૂષણસમી એકમાત્ર કેશવલ્લરી મંદમંદ સમીર સાથે ધર્મધજા માફક ફરફરતી હતી, ને પ્રભુએ કદમ ઉઠાવ્યા. દીક્ષા પુરી થઈ ત્યારે ચોથું મન:પર્યવ જ્ઞાન થયું. દાદા આદિનાથે મહાપ્રયાણ આદર્યું. અરે! એવું તે શું દુ:ખ છે કે સ્વામી આમ ચાલી નીકળ્યા ? અરે, આપણો શો અપરાધ થયો કે નાથ આપણને છોડીને ચાલી નીકળ્યા ? ન આહાર ન પાણી ! છતાં પ્રભુના મુખ પરની એ પ્રસન્નતા જાણે સહસ્ત્રદલ કમળની જેમ વિકસતી ચાલી ! અષ્ટ કર્મરૂપી મહાપંકને શોષણ કરવા માટે ગ્રીખના આતાપના તપને સ્વીકારી, પ્રભુ નિસંગ મમતા રહિત નિરાહાર પણે પોતાના પાદ સંચારથી પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. નિરાહારી પ્રભુની વિહારયાત્રા જેમજેમ દિવસો, સપ્તાહો, પખવાડિયા અને મહિનાઓ વટાવીને વર્ષની અવધિથીય આગળ વધવા માંડી. પ્રભુ જે સર્વસ્વનો ત્યાગ કરીને ગામ નગરોમાં વિહરવા માંડ્યાં એજ વસ્તુઓ લોકો ભેટમાં તરીકે પ્રભુ સમક્ષ ધરતાં હતાં. દાન એ શું ચીજ છે? એ વાત લોકો માટે ત્યારે કલ્પના બહારની હતી. કારણ કે કોઈ યાચક જ ન હતો. યાચક વિના દાનની વાતને કોણ સમજે ? એથી ભિક્ષાકાજે પોત પોતાના આંગણે પધારતાં પ્રભુ સમક્ષ સૌ સૂવર્ણ, સુંદરી અને ભૌતિક સમૃદ્ધિની ચીજો ધરતાં, પરંતુ પ્રભુએતો આ બધું મનથી ય તપાધિરાજ વર્ષીતપ (૪).

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72