Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 9
________________ મા તાત જજનો સાથે એક વર્ષીતપ પારણા મહોત્સવના દિવસે એક સુદીર્ઘ તપશ્ચર્યાની પૂર્ણાહુતિથી હૈયુ પરિતૃપ્તિ તથા પ્રસન્નતાની અનુભૂતિ કરે એ સ્વાભાવિક છે. વ્યવહાર દષ્ટિથી મોક્ષમાર્ગની આરાધનાનું એક અનુષ્ઠાન પૂર્ણ થયું. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો મોક્ષમાર્ગના પ્રારંભનું પહેલું સોપાન પણ સર થયું નથી. ત્રિ-રત્નરૂપ મોક્ષ માર્ગનો યથાર્થ આરંભ તો સ્વ-પરની ભિન્નતાને સાધી આત્માનુભૂતિ કરવાનો છે. તે પામવાનો પ્રબળ અને પ્રચંડ પુરુષાર્થ ઉપાડવામાં આજનો મહોત્સવ નિમિત્ત રૂપ બને એવી અભિલાષા છે. આ લઘુ પુસ્તકમાં વર્ષીતપની વિધિ અને નિયમો આપેલ છે. તે (તિથિ-વિધિઓનો વિવાદ નિવારવો અને ગુરુ આજ્ઞાનું પાલન કરવું.) વાંચી કોઈ પણ તપ કરનારે કે તપ કરવાની ભાવના વાળાએ એમ ન વિચારવું કે ઉપવાસ તો આપણે કરીએ. પરંતુ આ વિધિ નિયમો આપણાથી પાળી શકાય તેવા નથી. તેથી વર્ષીતપ પણ ન થઈ શકે. પરંતુ આત્મબળ સાથે તપશ્ચર્યા શરૂ કરીને થોડો સમય કઠીન લાગે પછી ટેવ પડી જાય. વિધિ-નિયમમાં સમજણ ન પડે, પાળી શકાશે નહી તેવી શંકા રહે તો ઉપાશ્રયે જઈ પૂ. મહારાજ કે પૂ. મહાસતીજી સમક્ષ જરૂર ચર્ચા કરી લેવી. ગુરુ ભગવંતોની પ્રેરણાથી આત્મબળ જરૂર વધે છે. પંચમહાવ્રત ધારી સાધુ-સતીઓ આજીવન તપસ્વી છે, તેમનું માર્ગદર્શન બાહ્ય કે આત્યંતર તપસાધનામાં ઘણું જ ઉપકારી થઈ પડે છે. તપના સન્માનનો અભિવાદનનો વિરોધ ન હોઈ શકે પરંતુ વહેવારના અતિક્રમણ સામે અને ઉત્સવોમાં આરંભ - સમારંભના અતિરેક સામે લાલબત્તી ધરી નમ્રતાથી ઉભા રહેવું એ જાગૃત શ્રાવકનું કર્તવ્ય છે. પ્રસ્તાવના લખી આપવા બદલ કોન્ફરન્સનાં વિદ્વાન મંત્રીશ્રી વૃજલાલભાઈ ગાંધીનો આભાર માનું છું. તપાધિરાજ વર્ષીતપ | (VII) |

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72