Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita

View full book text
Previous | Next

Page 6
________________ આશીર્વચન દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે : "नो इहलोगठ्ठयाए तवमहिठिज्जा नो परलोगठ्ठयाए तवमहिठिज्जा नो कित्तिवण्णससिकोगठ्ठयाए तवमहिठ्ठज्जा नन्नत्थ निज्जरठ्ठताए तपमहिठिज्जा । "" અર્થાત્ આ લોકના સુખ માટે તપ ન કરવું જોઈએ ,પરલોકના સુખ માટે તપ ન કરવું જોઈએ, કીર્તિ,પ્રશંસા કે શ્લાધા માટે તપ ન કરવું જોઈએ, પરંતુ એક માત્ર કર્મ નિર્જરા માટે જ તપ કરવું જોઈએ.આ વીતરાગ વાણીને ધ્યાનમાં રાખીને તપ કરવામાં આવે તો આપણને પરમ શાંતિ -સમાધિની પ્રાપ્તિ થાય છે. કર્મોનો ક્ષય થાય છે. " આવી તપસ્યા કરનાર સર્વે તપસ્વીઓના તપને હાર્દિક અનુમોદના સર્વે તપના આચરણ દ્વારા અનાદિની આહાર સંજ્ઞાને જીતીને અણાહારી પદની પ્રાપ્તિ કરે તેવા હાર્દિક શુભાશીર્વાદ . 66 તપાધિરાજ વર્ષીતપ ” નું પ્રકાશન પ્રેરક અને કલ્યાણકારી બને, સર્વે તપસ્વીઓની તપસ્યા નિર્વિઘ્નપણે પાર પડે તથા ઉત્તરોત્તર તપમાર્ગમાં સર્વે આગળ વધતા રહે તેવી અંતઃકરણ પૂર્વકની શુભ ભાવના... તપાધિરાજ વર્ષીતપ -મુનિ શ્રી પ્રકાશચંદ્રજી ( અજરામર સંપ્રદાય) (IV)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 72