________________
અને તેમાં તેઓ ખરેખર સફળ થયા છે. દેવગુરુધર્મ પ્રત્યે એમની શ્રદ્ધા અચલ અને અવર્ણનીય છે. એમનું જીવન ધર્મમાર્ગગામી પુરુષોને અનુકરણીય અને અનુમોદનીય કહી શકાય. તેઓશ્રી ક્રિયા રૂચિ વાન પ્રભાવશાળી પુરુષ છે એ વિશેષ ખુશી થવા જેવું છે. વ્રતધારી સુશ્રાવકને નિત્ય આચરવા યોગ્ય બે ટંકના પ્રતિક્રમણ, ત્રિકાલ જિનપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, તપ, જપ, પચ્ચકખાણ આદિની ક્રિયાઓ તેમના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલ છે. રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) અને તાત્રયી (દેવ, ગુરુ અને ધર્મ) ના તેઓ પરમ ઉપાસક છે. દેવ, ગુરુ કે ધર્મને માટે ગમે તે ભેગ આપવામાં તેઓ પિતાની ફરજ સમજે છે. તેઓને લક્ષ્મી કરતાં ધર્મ વધારે વહાલો છે, એ તેમની રહેણીકરણી અને ઉદારતા ઉપરથી જણાઈ આવે તેમ છે. આવા ભાગ્યશાળી પુરુષના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા જ છે.
એઓશ્રી કાઈ પણ ખાતામાં પૈસાની જરૂર જણાતાં ખાત્રી થયે યથાશક્તિ રકમ આપ્યા વિના રહેતા નથી, એટલું જ નહિ પરંતુ બીજા ગૃહસ્થને પણ આપવા માટે
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com