Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
અર્થ -સુખશીલિયા-ભ્રષ્ટાચારી ગુરુને કૃતિકમ– દ્વાદશાવર્ત વંદન અને પ્રશંસા (વિગેરે) કરવાથી કર્મ બંધન થાય છે, વિશેષમાં તે જે જે પ્રમાદ સેવતા હોય તેનું વધારે સેવન કરે છે અને તેને વંદના પ્રશંસા વગેરે કરવાવાળો તેમાં સહાયક થાય છે. એ પ્રમાણે સમજીને પાસસ્થાદિક તથા પાપારંભવાળા સુખશીલ ગુરુઓને સંસર્ગ, તેમનું દર્શન, તેમની સાથે આલાપસંલાપ (વાર્તાલાપ), તેમની સ્તુતિ અને તેમનો સહવાસ વગેરે પોતાનું હિત ઈરછનાર મનુષ્ય સર્વ ઉપાયે કરીને જવું જોઈએ. (૧૫-૧૬)
ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના પરિણામ શિથિલ થાય તેને સાપે છછુંદર ગ્રહણ કર્યા બરાબર થાય છે. अहिगिलइ गलइ उअरं, अहवा पच्चुग्गलंति नयणाई। हा ! विसमा कजगई, अहिणा छच्छंदरि गहिआ॥१७॥
અર્થ -સપ જે છછુંદરને મુખમાં પકડ્યા પછી ગળી જાય તે તેનું પેટ ગળી જાય, અને જે પાછું કાઢી નાખે તે નેત્રે નાશ પામે. હા ! વિષમ કાર્ય થયું કે, સાપે છછુંદર ગ્રહણ કર્યું ! (૧૭)
શિથિલને સ્થિર કરવાને ચારિત્રધર્મનું સર્વોત્કૃષ્ટપણું બતાવે છે. को चकवट्टिसिद्धि, चइउं दासत्तणं समभिलसई । को व रयणाइ मुत, परिगिन्हइ उवलखंडाई ॥१८॥