Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३।। ' અર્થઆ જીવ આઠ કર્મરૂપ પાશથી બંધાયેલ એવો સંસારરૂપ બન્દીખાનામાં ઠામ ઠામ ભટકે છે. અને આઠ કર્મરૂપ પાશથી મૂકાયેલે એ મોક્ષમન્દિરમાં જઈને રહે છે, માટે હે જીવ! તું આઠ કર્મરૂપ પાશને તેડીશ ત્યારે જ મોક્ષમન્દિરમાં જઈશ, અને અવિનાશી સુખ પામીશ. ૧૩. विहवो सज्जणसंगो विसयसुहाई विलासललिआई । नलिणीदलग्गधोलिर-जललवपरिचंचलं सव्वं ।।१४।। ' અર્થ-આ જીવે માની લીધેલા જે સુખકારી પદાર્થો જેવા કે લક્ષમી, સગા સંબંધીઓને સંગ, તથા શ્રી વિગેરેનાં મનહર વિલાસે કરી સુંદર એવા પાંચે ઈદ્રિના વિષયસુખ, એ સર્વ અતિશય ચંચલ છે. જેમ કમળપત્રના અગ્રભાગમાં રહેલું જલબિન્દુ અતિચપલ છે તેમ એ સર્વ અતિશય ચપલ છે-ડા કાલમાં જ હતું નહતું થઈ જાય છે ! માટે હે જીવ ! આવા અસિથર પદાર્થોમાં શા માટે આસક્ત થાય છે ? ૧૪. तं कत्थ बलं तं कत्थ, जुवणं अंगचंगिमा कत्थ ? ॥ सवमणिच्च पिच्छह, दि8 नटुं कयंतेण ॥१५॥
અર્થ-કાયાનું તે બળ ક્યાં ગયું ? તે જુવાની ક્યાં ચાલી ગઈ ? શરીરનું સૌન્દર્ય કયાં ગયું ? તે સર્વ રૂપરંગ કયાં ચાલ્યા ગયા ? અરે વૃદ્ધાવસ્થા આવી ! હે પ્રાણીઓ આ સર્વ અનિત્ય છે તે સાક્ષાત્ જૂઓ