Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 94
________________ તપાસો. જે સર્વ નાની વયમાં દેખ્યું હતું, તે સર્વ યમરાજાએ નષ્ટભ્રષ્ટ કરી દીધું–થેડા જ વખતમાં હતું ન હેતું થઈ ગયું. આ શરીરને ગમે તેટલી સાચવણીથી રાખશો તે પણ તેનું બળ સૌન્દર્ય અને જુવાની ટકવાની નથી વિનશ્વર છે, માટે જેની કરેલી સેવા કદાપિ નિષ્ફળ થતી નથી એવા ધર્મનું સેવન કરે. ૧૫. घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥ અર્થ-આ જીવ નિબિડ કર્મરૂપ પાશથી બંધાયેલો એ આ સંસારરૂપ નગરના ચારગતિરૂપ ચૌટામાં અનેક પ્રકારની વિડમ્બનાને પામે છે, અહીં તેનું કણ શરણ છે? ૧૬. घोरंमि गम्भवासे कलमलजंबालअसुइबीभच्छे । વસિલો લઘુત્ત, વો શબ્બાજુમાવે ગા અથ -આ જીવ કર્મના પ્રભાવથી વીર્ય અને મળરૂપ કાદવને લીધે અપવિત્રતાથી ભરપૂર અને કંપારી છૂટે એવા ગંદા ભયાનક ગર્ભવાસમાં અનન્સી વખત વચ્ચે ! આવા દુસહ દુઃખને પણ ભૂલી જઈ ફરીથી ગર્ભવાસમાં આવી દુ:ખ ભેગવવાં પડે એવા કૃત્ય કરે છે. પરંતુ પુન ગર્ભવાસમાં આવવું ન પડે એ ઉદ્યમ કરતો નથી! ૧૭. चुलसीई किर लोए, जोणीणं पमुहसयसहस्साई । इकिकम्मि अ जीवा, अणंतखुत्तो समुप्पनो ॥१८॥ અથ –લોકને વિષે જીવને ઉત્પન્ન થવાના સ્થાનક ચોરાશી લાખ યોનિ છે. તે એક એક એનિમાં આ જીવે

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122