________________
તપાસો. જે સર્વ નાની વયમાં દેખ્યું હતું, તે સર્વ યમરાજાએ નષ્ટભ્રષ્ટ કરી દીધું–થેડા જ વખતમાં હતું ન હેતું થઈ ગયું. આ શરીરને ગમે તેટલી સાચવણીથી રાખશો તે પણ તેનું બળ સૌન્દર્ય અને જુવાની ટકવાની નથી વિનશ્વર છે, માટે જેની કરેલી સેવા કદાપિ નિષ્ફળ થતી નથી એવા ધર્મનું સેવન કરે. ૧૫. घणकम्मपासबद्धो, भवनयरचउप्पहेसु विविहाओ। पावइ विडंबणाओ, जीवो को इत्थ सरणं से ॥१६॥
અર્થ-આ જીવ નિબિડ કર્મરૂપ પાશથી બંધાયેલો એ આ સંસારરૂપ નગરના ચારગતિરૂપ ચૌટામાં અનેક પ્રકારની વિડમ્બનાને પામે છે, અહીં તેનું કણ શરણ છે? ૧૬. घोरंमि गम्भवासे कलमलजंबालअसुइबीभच्छे । વસિલો લઘુત્ત, વો શબ્બાજુમાવે ગા
અથ -આ જીવ કર્મના પ્રભાવથી વીર્ય અને મળરૂપ કાદવને લીધે અપવિત્રતાથી ભરપૂર અને કંપારી છૂટે એવા ગંદા ભયાનક ગર્ભવાસમાં અનન્સી વખત વચ્ચે ! આવા દુસહ દુઃખને પણ ભૂલી જઈ ફરીથી ગર્ભવાસમાં આવી દુ:ખ ભેગવવાં પડે એવા કૃત્ય કરે છે. પરંતુ પુન ગર્ભવાસમાં આવવું ન પડે એ ઉદ્યમ કરતો નથી! ૧૭.
चुलसीई किर लोए, जोणीणं पमुहसयसहस्साई । इकिकम्मि अ जीवा, अणंतखुत्तो समुप्पनो ॥१८॥
અથ –લોકને વિષે જીવને ઉત્પન્ન થવાના સ્થાનક ચોરાશી લાખ યોનિ છે. તે એક એક એનિમાં આ જીવે