Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
जह संझाए सउणाण, संगमो गहे पहे अ पहिआणं । सयणाणं संजोगो, तहेव खणभंगुरो जीवो ॥३८॥
અર્થ –આત્મન ! સંધ્યા સમયે પંખીઓને સંગમ અને માર્ગમાં જેમ પથિકે સમાગમ ક્ષણિક છે તેમ સ્વજનોને સંગ ક્ષણભંગૂર છે. ૩૮. निसाविरामे परिभावयामि. गेहे पलिते किमहं सुयामि । डज्झतमापागमवक्रवयामि, जं धम्मरहिओ दिअहा
નમામિ પુરૂ અથ? રાત્રિના અંતે ફરી ફરીને વિચારું છું કે, બળતા ઘરમાં હું કેમ સૂઈ રહ્યો છું ? દાઝી રહેલા આત્માને હું ઉપેક્ષી રહ્યો છું ? અને ધર્મરહિત દિવસે પસાર કરું છું. ” ૩૯. जा जा वच्चइ रयणी, न य सा पडिनियत्तइ । अहम्मं कुणमाणस्स, अहला जति राइओ ॥४०॥
અર્થ-જે જે રાત્રિ જાય છે તે ફરી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિએ અફળ જાય છે. ૪૦ जस्सऽथि मच्चुणा सक्ख, जस्स वथि पलायणं । जो जाणे न मरिस्लामि, सो हु कंखे सुए सिया ॥४१॥
અર્થ - જેને મૃત્યુ સાથે મિત્રતા છે અથવા જેને એનાથી નાસવાનું છે અથવા “મરીશ નહિ એમ જે જાણે છે તે “આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કદાચિત્ કરે તે ભલે. ૪૧.