Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
:
-
नसा आई न सा जोणी, न तं ठाणं न तं कुलं । न जाया न मुआ जत्थ, सव्वे जीवा अणंतसो ॥२३॥ " અર્થ –ચૌદ રાજલોકમાં એવી કઈ જાતિ નથી, એવી કેઈનિ નથી, એવું કે ઈ સ્થાન નથી, અને એવું કેઈ કુલ નથી કે જ્યાં સર્વ જીવો અનંતીવાર જગ્યા નથી, અને અનંતીવાર મૃત્યુ પામ્યા નથી–સર્વ જી સર્વ સ્થાનકે અનંતીવાર જમ્યા છે અને મૃત્યુ પામ્યા છે. ૨૩. तं किंपि नत्थि ठाणं, लोए वालग्गकोडिमित्तपि । जत्थ न जीवो बहुसो, सुह-दुक्खपरंपरं पत्ता ॥२४॥
અથ લેકને વિષે વાલના અગ્રભાગના અસંખ્યાતમાં ભાગ જેટલું પણ એવું કેઈ સ્થાન નથી કે જ્યાં છે ઘણીવાર સુખ દુઃખની પરંપરાને ન પામ્યા હોય અર્થાત્ જ સર્વ સ્થાનમાં સુખદુઃખની પરંપરા પામ્યા, પણ કર્મક્ષયની પરંપરા પામ્યા નહીં ! ૨૪. सव्वाओ रिद्धिओ, पत्ता संव्वे वि सयणसंबंधा। ... संसारे ता विरमसु, तत्तो जइ मुणसि अप्पाणं ॥२५।।
અર્થ –હે જીવ સંસારને વિષે અનાદિકાલથી ભ્રમણ કરતાં તે દેવ અને મનુષ્યાદિની સર્વ સમૃદ્ધિ પામી, અને સર્વની સાથે મા, બાપ, બહેન, બધુ, સ્ત્રી વગેરે સમગ્ર પ્રકારના સગપણ અને તીવાર પામે, પણ તેમાં તારી હજ સુધી સિદ્ધિ થઈ નહીં. માટે પરિણામે દુઃખકર તે સમૃદ્ધિ અને સગપણમાં મોહ માયા રાખ નહીં. અને