Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 95
________________ અનતી વાર અવતાર લીધે! તે પણ હે પ્રાણી ! તે ઉત્પત્તિ સ્થાનમાંથી કંટાળે પામી તું ધર્મકૃત્ય કરવામાં કેમ ઉદ્યમ કરતું નથી ? ૧૮. मायापियवंधूहिं, संसारत्थेहिं पूरिओ लोओ। बहुजोनिनिवासीहिं, न य ते ताणं च सरणं च ॥१९॥ અથ-હે જીવ! સંસારમાં રહેલા અને ચોરાશી લાખ નિમાં નિવાસ કરતા એવા માતા-પિતા અને બધુઓ વડે આ ચૌદ રાજલોક ભર્યો છે, પણ તે કઈ તારું રક્ષણ કરવાને સમર્થ નથી, તેમ શરણ રાખવાને પણ સમર્થ નથી ! માટે રક્ષણ કરવાને સમર્થ એવા જિનધર્મનું શરણ લે કે જેથી આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ દુખથી પરિપૂર્ણ એવા આ સંસારથી મુક્ત થઈ શકે. ૧૯ जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडफडई । सयलो विजणो पिच्छइ, को सक्को वेअणाविगमे ? ॥२०॥ અર્થ-જ્યારે આ જીવ વ્યાધિથી ગ્રસ્ત થઈ જલ વિનાના માછલાની જેમ તડફડે છે-ટળવળે છે, હાય ! એય ! કરે છે, તે વખતે પાસે બેઠેલા સગા સંબંધીઓ અસહ્ય દુઃખ દેખે છે છતાં તેમાંનું કે વેદના દૂર કરવાને સમર્થ થાય છે ? અર્થાત્ કઈ કાંઈ પણ વેદના નિવારવાને શક્તિમાન થતું નથી, પણ છેવટે અંત સમયે ધર્મનું શરણ બતાવે છે. માટે હે પ્રાણુ! પરિણામે ધર્મનું શરણ તે કરવું જ પડે છે, તે પછી પ્રથમથી જ ધર્મનું શરણુ લેવાને શા માટે વિલંબ કરે છે? ૨૦.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122