Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
અર્થ – ઉન્માર્ગની દેશના દેવાથી નિશ્ચયે નાશ પામ્યું છે સમક્તિ જેએનું એવા (અજ્ઞાની અને અસદાચારી) સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ચારિત્રને નાશ કરે છે, માટે તેવાઓનું દર્શન પણ કરવું એગ્ય નથી. (૬૦)
તેવાઓને બેધિ દુલભ હોય છે. परिवारपूअहेऊ, ओसन्नाणं च आणुवित्तीए । चरणकरणं निगृहई, तं दुल्लहबोहिअं जाण ॥६१॥
અર્થ - શિષ્ય પરિવારના લેભથી, માન-પૂજા મેળવવા માટે, અને અવસન્ન (ચારિત્રમાં શિથિલ) સાધુને અનુસરવા માટે જે પોતાના મૂળગુણ ઉત્તર ગુણરૂપ ચારિત્રને છુપાવે છે (દૂષિત કરે છે), તે સાધુને દુર્લભધિ સમજ. અર્થાત્ તેને સમતિ પણ દુર્લભ થાય છે. (૬૧)
ઓસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દે આવે છે. अबस्स य निवस्स य, दुण्डंपि समागयाई मूलाई। संसग्गेण विणट्ठो, अबो निबत्तण पत्तो ॥२॥
અર્થ - આંબાનાં અને લીમડાનાં, બંનેનાં મૂળ જમીનમાં એકઠાં થયાં, તેમાં લીમડાના સંસર્ગથી વિનષ્ટ થયેલે આંબે લીમડાપણાને પામે. અર્થાત્ દુર્જનની સેબતથી પ્રાયઃ સજજન દુર્જન થઈ જાય છે. (૬૨)