Book Title: Shravak Yogya Achar Vicharadi Sangraha Author(s): Karpurvijay Publisher: Kunvarji Anandji View full book textPage 8
________________ મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ આલંબન ખર સ્થિર શાશ્વત સુખ કયાં છે ? અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે ?” સર્વજ્ઞ સર્વદશી તીર્થકર ભગવાન ભવ્ય જનેના એકાન્ત હિતને માટે કહે છે કે ખરું સ્થિર અને શાશ્વત સુખ કેવળ મોક્ષમાં જ છે-બીજે કયાં ય નથી. સકળ કમળને સર્વથા ક્ષય થવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. તે કર્મમળને ક્ષય કરવા સમ્યમ્ દર્શન (સમ્યક્ત્વ), જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી જ અમેઘ ઉપાય છે, એમ શ્રી તીર્થંકર ગણુધરાદિક જ્ઞાની પુરુષે જણાવે છે. અનાદિ મિથ્યાત્વ અને કષાયને ટાળવાથી શ્રી સવજ્ઞ દેવે કહેલા તત્વવચને ઉપર જે યથાર્થ શ્રદ્ધા ઉપજે છે તે સમ્યકત્વ કહેવાય છે. શ્રી સર્વજ્ઞકથિત સૂમ તરવને જે વડે યથાર્થ બંધ થવા પામે છે તે જ્ઞાન કહેવાય છે અને શ્રી સવજ્ઞ ભગવાને બતાવેલા ઉત્તમ વ્રત-નિયમોને આદરી તેને પ્રસાદ રહિત પાળતા રહી, નિજ ગુણમાં સ્થિરતા પામવી તે ચારિત્ર કહેવાય છે. ઉક્ત સમ્યફવ, જ્ઞાન અને ચારિત્રને જ્ઞાની પુરુ રત્નત્રયી કહીને બોલાવે છે. આ પવિત્ર રત્નત્રયી વગર કદાપિ કેઈને કયારે પણ સર્વ કર્મને ક્ષય થવારૂપ મેસ થઈ શકતા નથી, તેથી જ રત્નત્રયીની સાધના-આરાધના મેલસુખ પ્રાપ્ત કરવા માટે કરવી તે દરેક સ્થિર અને શાશ્વત સુખના અર્થ જનને માટે ઉચિત છે. ભાવ સહિત કરવામાં આવતી સકળ ધર્મસાધના સફળ થઈ શકે છે. દાન, શીલ અને તપ વગેરે ભાવ સહિત કરાય તે જ તે લેખે થાય છે. એ ભાવ મનને આધીન છે અને ઉત્તમ આલંબન વગર ચંચળ મન સ્થિર રહી શકતું નથી. જો કે જ્ઞાની પુરુષોએ તેને માટે અનેક આલંબન કહ્યાં છે, પરંતુ તે સૌમાં નવપદનું આલંબન મુખ્ય અને ઉત્તમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118