________________
શ્રી ધર્મજાગરિકા
[૧૫] સાત ક્ષેત્રમાં વાવે–વાપરે. તથા “ક” અક્ષર વડે ધર્મક્રિયા કરે. આ પ્રમાણેના અર્થને અનુસાર વર્તનાર ભવ્યજીવને પ્રભુએ ખરે શ્રાવક કહ્યો છે.
હવે શ્રાવકે શું કરવું તે બતાવે છે – અપ્રમાદ શ્રાવક રાતદિન મનવચન કાયા ધર્મમાં, જોડે સ્મરે કલ્યાણ શિક્ષા જેહ ઉત્તરાધ્યયનમાં
જ્યાં ધર્મ કેરી સાધના તે રાત દિન સફલા કહ્યા, શેષ નિષ્ફલ પૂરની જિમ દિવસ જલ્દી વહી ગયા. ૧૪
અર્થ:–આગલી ગાથામાં કહેલ લક્ષણવાળે ખરે શ્રાવક પિતાના મન વચન અને કાયાને પ્રમાદ તજીને ધર્મ કાર્યમાં જોડે છે. વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલી જે કલ્યાણશિક્ષા-આત્માને હિતકર શિખામણ તેનું સ્મરણ કરે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે બન્ને કુમાર ના जंति रयणीओ ॥ अहम्मं कुणमाणस्स विहला जति रयणीओ॥ એટલે હે આત્મન ! જે રાત્રી અને દિવસે ધર્મ સાધનામાં પસાર થયા તેજ સફલ જાણવા, અને તે સિવાયના રાત્રી
૧. સાત ક્ષેત્રના નામ આ પ્રમાણે જાણવા. ૧ સાધુ. ૨ સાધ્વી ૩ શ્રાવક. ૪ શ્રાવિકા. ૫ પ્રતિમા. ૬ જ્ઞાન. ૭ જિનાલય. મહાશ્રાવકપણું પણ સાતે ક્ષેત્રોમાં ન્યાયપાર્જિત દ્રવ્ય વાપરનાર અને અતિદીનાદિ માં અનુકંપાથી દ્રવ્ય વાપરવા પૂર્વક વ્રતારાંધક ભવ્યજીવને મળી શકે છે. જુઓ યોગશાસ્ત્રને સાક્ષિપાઠ-પર્વ व्रतस्थितो भक्त्या-सप्तक्षेत्र्यां धनं वपन् ॥ दयया चातिदीनेषु महाश्रावक उच्यते ॥ १ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org