________________
[૨૨]
શ્રી વિપછિ કૃત ' હવે શુભ ભાવ પ્રકટયા પછીનું ફલ દેખાડે છે – શુભ ભાવનાથી કર્મ વિઘટે છેવટે શિવપદ લહે, એ કારણે ઉચ્ચાર ચેખા બોલજે ગણધર કહે, જીભને જે દોષ હવે અન્ય બેલે સૂત્રને, તેહ સાંભળજે ક્રિયાની શુદ્ધિ ગુણ ઈમ પ્રવચને. ૨૨
અર્થ:–શુભ ભાવ પ્રકટ થવાથી કર્મની નિર્જરા થાય છે. અને કર્મની નિર્જરા થવાથી છેવટે મોક્ષપદ મળે છે. એ કારણથી સ્પષ્ટ શુદ્ધ ઉચ્ચાર બલવાનું ગણધર મહારાજ કહે છે. જે પિતાને જીભને દેષ હોય તે સ્પષ્ટ બોલનાર બીજે - પ્રતિક્રમણ કરનાર શ્રાવક સૂત્રો બોલે તે તારે સાંભળવાં, તેથી ક્રિયાની શુદ્ધિરૂપી લાભ થાય છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે. ર૨.
હવે પ્રતિકમણના છ આવશ્યકેમાંથી ક્યા આવશ્યક વડે કઈ શુદ્ધિ થાય તે બે ગાથા વડે કહે છે – ઉભયતંક કરાય નિયમા તેહ આવશ્યક વિષે, સાવદ્ય વિરતિ માનજે તું પ્રથમ સામાયિક વિષે નામસ્તવે સમ્યકત્વશુદ્ધિ વંદના નીચ ગોત્રની, ક્ષપણ કરે છે જન્મ ઉંચે વાણ ઉત્તરાધ્યયનની. ૨૩
અર્થ:–તે પ્રતિક્રમણ નિચે બે વખત–સવારે અને સાંજે કરાય તેથી આવશ્યક કહેવાય છે. તેમાં પ્રથમ સામાયિક નામના આવશ્યક વડે સાવદ્ય વિરતિ એટલે પાપવાળા
૧. અવશ્ય કરવા યોગ્ય છેવાથી આવશ્યક કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org