________________
શ્રી ધર્મજાગરિકા ,
[૨૩] વ્યાપાર (કિયા)ને ત્યાગ થાય છે એમ હે જીવ! તું માનજે. બીજા નામસ્તવ એટલે લેગસ અથવા ચતુર્વિશતિ સ્તવવડે સમ્યકત્વની શુદ્ધિ થાય છે. ત્રીજું વંદન નામનું આવશ્યક નીચ ગોત્રને ક્ષય કરે છે અને ઉંચ ગોત્રમાં જન્મ આપે છે. એ પ્રમાણે ઉત્તરાધ્યયન સૂત્રનાં વચને જાણજે. ર૩.
હવે છેલ્લા ચાર આવશ્યકેનું ફલ કહે છે –.. કુગતિ કેરું દ્વાર પાસે પ્રતિક્રમણ આવશ્યકે, સદ્ધયાન ધારામાં વધે આ પાંચમા આવશ્યક તૃષ્ણા તણો વિચ્છેદપ્રત્યાખ્યાનમાંવિધિ રંગિઓ, થઈ પ્રતિક્રમણ કરજે સવારે લાભ ચાહે વાણિઓ. ૨૪
અર્થ:–ચોથું પ્રતિકમણ નામનું આવશ્યક નરકાદિક દુર્ગતિનાં બારણાં બંધ કરે છે. અથવા જીવને ખરાબ ગતિમાં જતાં રોકે છે. તેમજ પાંચમા કાઉસગ્ગ નામના આવશ્યક વડે ભવ્ય જીવ શુભ ધ્યાનની ધારામાં આગળ આગળ વધતો જાય છે. તથા છઠ્ઠી પચ્ચખાણ નામના આવશ્યક વડે વિધિકિયામાં આસક્ત જીવ તૃષ્ણને–અસંતોષ વૃત્તિને નાશ કરે છે. એ પ્રમાણે દરેક આવશ્યકના ફલ જાણુને વિધિ સાચવવામાં આનંદી થઈને સવારે જરૂર પ્રતિક્રમણ કરજે. કારણ કે વાણુઓ લાભને ચાહનારે હોય છે. આત્મિક ગુણરૂપ મલને કમસર વિકસ્વર કરવામાં સૂર્યના જેવી આ પ્રતિક્રમણની પવિત્ર (મંત્રાક્ષર સમાન) કિયા અપૂર્વ સાધન છે, એમ
१. लाभाकाङ्क्षी वणिङ्नरः
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org