________________
શ્રી ધર્મજાગરિકા
. [૧૭] - શ્રી નવકાર મંત્રના સ્મરણ બાદ દ્રવ્ય ક્ષેત્રાદિકની વિચારણું કરવી તે જણાવે છે – દેવ ગુરૂ છે કેણું મારા દ્રવ્ય યાદી ઈમ કરે,
ક્યાં ગામમાં કે નગરમાં છું ક્ષેત્રથી એવું સ્મરે; સવાર આદિ કયો સમય છે કાલચિંતા ઈમ કરે, ભાવ ચિંતવના હવે આગળ કહું છું વિસ્તરે. ૧૬
અર્થ:-શ્રાવક દ્રવ્યથી એવી વિચારણા કરે કે મારા " દેવ કેણું છે? મારા સદ્ગુરૂ કોણ છે વગેરે. ક્ષેત્રથી વિચારતાં હું કયાં ગામ અથવા નગરમાં છું તેનું સ્મરણ કરે. સવાર વગેરે કર્યો વખત છે એ પ્રમાણે કાલથી વિચારણા કરે. ત્યાર પછી ભાવથી શ્રાવક કેવી કેવી ચિન્તવના કરે તે હું આગલી ગાથામાં હવે વિસ્તારથી કહું છું. ૧૬. .
આ ગાથામાં ભાવથી વિચારણું જણાવે છે – મારે કર્યો છે ધર્મ મારૂં કુલ કયું ઈમ ભાવજે, મેં વ્રત લીધા કયા ઈમ ચાર ભેદ વિચારજે; જિનધર્મ માટે કુલ અમુક ઈક્વાકુ આદિ માહરૂં. અણુવ્રતાદિક યાદ કરતાં વિરૂદ્ધ વર્તન પરિહરૂ. ૧૭:
અર્થ:–મારો ધર્મ કર્યો છે? મારું કુલ કયું છે? તે. વિષે વિચાર કરજે. વળી મેં કયા વ્રતે લીધા છે? તેની વિચારણું કરજે. એવી રીતે ચાર ભેદથી વિચારણા કરવી. વીતરાગ દેવ પ્રભુત જૈન ધર્મ એ મારો ધર્મ છે. ઇક્વાકુ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org