________________
વિદ્ધમૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ તથા શ્રી વસંતભાઈએ સક્રિય રસ લીધો છે તેથી કાર્ય સુકર બન્યું છે. તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ઇતિહાસ તૈયાર કરવા યોગદાન આપનાર અન્ય પંડિતમિત્રો તથા પાઠશાળાના વ્યવસ્થાપકો પણ અભિનંદનીય છે.
જૈનશાસનમાં બહુ ઓછી એવી સંસ્થાઓ છે જેણે સો વર્ષ પૂર્ણ કર્યા હોય. તેમાંની આ એક સંસ્થા છે. જેવી રીતે સો વર્ષ જૈનશાસનની સેવા કરી તેવી જ રીતે ભવિષ્યમાં સેવા કરતી રહે અને શ્રદ્ધાસંપન્ન, પ્રજ્ઞાશીલ, સમદર્શી વિદ્વાનોનું નિર્માણ થતું રહે, કરતી રહે તો જૈન ધર્મની ઉન્નતિ માટે પરોપજીવીપણું દાખવવું નહીં પડે.
સંસેવક પ્રદીપ બાબુલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org