________________
Jain Education International
આમુખ
જૈન ધર્મના ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયેલી અનેકવિધ ઘટનાઓમાં શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળાનું નામ પ્રથમ પંક્તિમાં આવે. આ પાઠશાળાની યશોગાથા મહાકાવ્ય જેટલી સુદીર્ઘ છે. છેલ્લાં સો વર્ષથી આ સંસ્થાએ અનેક જૈન વિદ્વાન્ પંડિતોને તૈયાર કર્યા અને આ વિદ્વાન્ જૈન પંડિતોએ યથાશક્તિ શ્રુતગંગાને વહેતી રાખી. ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીર સ્વામીએ સ્થાપેલ જૈનશાસનમાં શ્રુતગંગાનો પ્રવાહ છેલ્લાં ૨૫૦૦ વર્ષથી અવિરત વહેતો રહ્યો છે પરંતુ કાળબળે તેમાં ક્યારેક પૂર પણ આવ્યાં અને ક્યારેક આ ગંગાનાં પાણી સુકાયાં પણ ખરાં, એક સમય એવો આવ્યો કે સાધુ ભગવંતોને અભ્યાસ કરવા માટે બ્રાહ્મણ વિદ્વાનોને આધીન રહેવું પડતું અને શ્રાવકો તો શ્રુતજ્ઞાન પ્રત્યે ઉદાસીન બની ગયા હતા તેવા વખતે આ પાઠશાળાનો ઉદય થયો. પૂ. રવિસાગરજી મ. સા. તથા પૂ. દાનવિજયજી મ. સા.ની પ્રેરણાથી શરૂ થયેલ આ સંસ્થા સો વર્ષે અડીખમ ઊભી છે. આજે તો તેનાં મૂળ ખૂબ જ ઊંડાં ગયેલાં છે. જેમ આ પાઠશાળાએ છેલ્લાં સો વર્ષથી જૈન શાસનની અદ્ભુત સેવા કરી છે તેવી જ રીતે આવતાં અનેક વર્ષો તેનું કાર્ય ચાલુ જ રહેશે.
શ્રાવકોને નાનપણથી જ જૈનધર્મના સિદ્ધાન્તોનું જ્ઞાન આપવામાં આવે અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ ભણાવવામાં આવે તો ટૂંક સમયમાં જ વિદ્વાન્ બની શકે અને આવા શ્રાવકો જૈન કુળમાં જન્મ પામ્યા હોવાથી જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હોય તેથી પૂ. સાધુ-સાધ્વી ભગવંતોને અધ્યાપન પણ કરાવી શકે તેવા શુભ આશયથી શરૂ થયેલ આ પાઠશાળાએ આજ સુધીમાં અનેક વિશિષ્ટ જૈન વિદ્વાન્ પંડિતોનું નિર્માણ કર્યું છે. અને જેઓ સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરી, તૈયાર ન થઈ શક્યા હોય તેવા શ્રાવકોએ પાઠશાળાના શિક્ષક તરીકેની પ્રવૃત્તિ ઉપાડી લીધી. આજે તો ભારતના ખૂણે ખૂણે જૈન સંઘો દ્વારા ચાલતી પાઠશાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપતા મોટા ભાગના શિક્ષકો મહેસાણા પાઠશાળામાંથી તૈયાર થયેલા હોય છે. આમ આ પાઠશાળાએ જૈનધર્મની બહુ જ મોટી સેવા કરી છે.
કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં કરતાં જ આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યા અને સંયમ સ્વીકારી સ્વ-૫૨ના કલ્યાણમાં રત બન્યા. આવા મહાત્માઓમાંથી કેટલાક તો શાસન પ્રભાવક આચાર્યપદ સુધી
१०
For Private & Personal Use Only
www.jainelibrary.org