________________
સ્વીકારેલ છે તે ઉત્સાહ, ઉમંગ, આનંદ, મનોરથ, શ્રદ્ધા, બહુમાન, સંકલ્પ વગેરેને વર્ધમાન કરવા પ્રયાસ કરશો. તે માટે તમે આત્મજાગૃતિ કેળવીને સતત પ્રયત્નશીલ રહેશો.
ચિંતામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ વધુ કિંમતી અને પ્રભાવશાળી સંયમરત્નની જાળવણી કાળજીપૂર્વક ક૨વાથી એની દુર્લભતા, પ્રભાવિકતા, મહાનતા, પવિત્રતા, ઉત્તમતા અને તારકતા તાત્ત્વિક રીતે અનુભવી શકાય છે. જીવનમાં મધુરતા માણી શકાય છે. દીક્ષા મળી એટલે સાધનાની તળેટીએ આવ્યા. હવે (૧) નિર્મળ સંયમ પરિણતિ, (૨) જ્ઞાનગર્ભિત વૈરાગ્યવૃત્તિ, (૩) દેહાતીતદશાની અનુભૂતિ અને (૪) ધવલ આત્મપરિણતિના ઉચ્ચતમ શિખરોને સર કરવાના છે. મહાપુરુષોએ ખેડેલા આ લોકોત્તર માર્ગે દૃઢ મક્કમ પગલે આગળ વધાય તે માટે ઘણી સાવધાની રાખવાની હોય છે. (૧) સૌ પ્રથમ બિનશરતી ગુરુશરણાગતિને જીવનમાં આત્મસાત્ કરવી એ અનિવાર્ય કર્તવ્ય છે, ફરજ છે.
(૨) બાવીસ પરિષહમાંથી આક્રોશ પરિષહ જીતવા સદા કટિબદ્ધ બનવું પણ ખૂબ જરૂરી છે.
(૩) સહવર્તી સહુ સંયમી પ્રત્યે નિઃસ્વાર્થ સહાયકભાવ હૃદયમાં વણી લેવાનો.
(૪) દરેક સાથે સહૃદયતાપૂર્વક સરળ વ્યવહાર કેળવવો. (૫) આત્માર્થીભાવે સ્વાધ્યાયની પરિણતિને હૃદયસ્થ કરવી. (૬) સંયમીઓના ગુણોની પ્રશંસા, અનુમોદના અને ઉપભ્રંણા કરવામાં આળસ કદાપિ ન કરવી.
(૭) નિંદા, ઈર્ષ્યા, વિકથા, માયા, દંભના કાદવથી સદા દૂર રહેવું. સપ્તર્ષિના તારા જેવી ચમકતી આ સાત સાવધાની / કાળજી જીવનમાં કેળવીને આત્મશુદ્ધિ અને આત્મપુષ્ટિનો અનુભવ કરો. આ રીતે આગળ વધી ક્ષાયિક આત્મગુણોના વૈભવને પામો એ જ શુભ આશિષ.
૫