________________
લાવતા શીખડાવવી તે પણ વૈયાવચ્ચ કહેવાય. ભણતા ન આવડે તેને ભણાવવા તે પણ વૈયાવચ્ચ છે. નૂતન દીક્ષિતને પડિલેહણ, પ્રમાર્જન વગેરે શીખડાવવું તે પણ વૈયાવચ્ચ કહેવાય.
વ્યવહારસૂત્રભાષ્ય (ભાગ-૩, ઉદ્દેશો-૧, ગા.૩૭૪) અને નિશીથભાષ્ય (ગાથા-૬૬૦૫) માં “વૈયાવચ્ચે તિવિદે સMામિ ય परे तदुभए य । अणुसिढि उवालंभे उवग्गहे चेव तिविहंमि ।।" આવું કહેવા દ્વારા સ્વ-પર-ઉભયને અનુશાસન, ઉપાલંભ, ઉપકાર કરવા દ્વારા સ્વરૂપ ત્રણ પ્રકારની વૈયાવચ્ચ બતાવેલ છે. મતલબ કે ગુરુ શિષ્યનું અનુશાસન કરે છે તે પણ પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ છે. તથા ભૂલ કરતા શિષ્યને ગુરુ ઠપકો આપે છે તે બીજા પ્રકારની વૈયાવચ્ચ છે. આત્મહિતબુદ્ધિથી સા.મૃગાવતીજીને ઠપકો આપવા દ્વારા બીજા નંબરની વૈયાવચ્ચ કરનાર સા.ચંદનબાલાજી સ્વ-પરના કેવલજ્ઞાનનું નિમિત્ત બની ગયા. આ બીજા નંબરની વૈયાવચ્ચ કરનાર ચંડરુદ્રાચાર્ય પણ નૂતન દીક્ષિતને કેવલજ્ઞાનની ભેટ આપી ગયા અને સ્વયં પણ કેવલજ્ઞાન પામી ગયા.
એક પણ ઠોકર ખાધા વિના સ્વયં મોક્ષમાર્ગે આગળ વધવા અસમર્થ એવા શિષ્યને અપ્રમત્ત રીતે મોક્ષમાર્ગે આગળ વધવા સમર્થ બનાવવા કરુણાબુદ્ધિથી શિષ્યનું અનુશાસન કરનાર કે ઠપકો આપનારા ગુરુદેવ શિષ્યની બે પ્રકારની વૈયાવચ્ચ કરે છે. - આ વાત જિનશાસન સિવાય બીજે ક્યાંય જાણવા જ ન મળે. કેવું અદ્ભુત છે આ જિનશાસન !
આપણે પ્રામાણિકપણે આપણું અનુશાસન કરીએ, ઉન્માર્ગે જતી આપણી જાતને ઠપકો આપણે જ આપીએ તે પણ આપણા દ્વારા થતી આપણી વૈયાવચ્ચ છે. અનુશાસનનો બીજો અર્થ પ્રશંસા પણ છે. અર્થાત્ અન્ય ગુણવાનની, આરાધકની આપણે પ્રશંસા, ઉપબૃહણા કરીને તેને મોક્ષમાર્ગે આગળ વધવા, સ્થિર કરવા માટે પ્રોત્સાહિત કરીએ તે પણ પ્રથમ પ્રકારની વૈયાવચ્ચ છે. પ્રભુ
૧૮ -