________________
મોક્ષનો અનો ઉપાય
સક્ષમણ
પંચપરમેષ્ઠી, તારક ગુરુદેવશ્રી અને સહવર્તી સંયમીઓની આશાતનાના પરિવાર માટેની સાવધાની તેમને ગયા પત્રમાં જણાવી. મોક્ષમાર્ગમાં બાધક તત્ત્વની ઓળખાણ થયા પછી હવે મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધવાના અમોઘ ઉપાયની વિચારણા કરીએ. (૧) સાનુબંધ રીતે (૨) ઝડપથી (૩) નિયમો મોશે પહોંચાડવા માટે કર્યું તત્ત્વ સમર્થ છે ?
(૧) શું તપ સમર્થ છે? ના, માસક્ષમણને પારણે માસક્ષમણ કરનાર અગ્નિશર્મા તાપસ પણ ઘણો સમય સંસારમાં પરિભ્રમણ કરશે. સિંહગુફાવાસી તપસ્વી મુનિ પણ તપ કરવા છતાં મોક્ષમાર્ગથી ચૂકી ગયાં.
(૨) તો શું જ્ઞાન તેવો ઉપાય છે ? ના, અનંતા ૧૪ પૂર્વધારો પણ અત્યારે નિગોદમાં વિદ્યમાન છે.
(૩) તો શું ત્યાગથી મોક્ષ થાય? ના, સંસારનો, રાજ્યસમૃદ્ધિનો ત્યાગ કરનારા અનંતા તાપસઋષિઓ પણ સંસારમાં ઘણો સમય રહે છે.
(૪) તપ-ત્યાગ-જ્ઞાન ત્રણેય ભેગા થાય તો ? ના, છતાંય કંડરિક મુનિવર વગેરે નીચે પડ્યા.
(૫) તો શું પરમાત્મભક્તિ તેવું તત્ત્વ છે ? ના, પરમાત્માભક્તિમાં એકાકાર થવા છતાં રાવણને વાસનાએ હેરાન કરેલ છે.
(૬) તો શું શાસનપ્રભાવના? ના, ઘણા શાસનપ્રભાવકોના પણ વર્તમાનકાળમાં પતન થયેલા જોવા મળે છે.
(૭) તો શું વ્યાખ્યાનશક્તિ ? ના, જોરદાર વ્યાખ્યાનકારોને પણ મોહમલે પરાસ્ત કરેલ છે.
(૮) તો શું પ્રતિક્રમણ, કાઉસગ્ગ વગેરેમાં અપ્રમત્તતા ? ના, તેવા ક્રિયાચુસ્ત ઉગ્રસાધક રહનેમિ વગેરે પણ પછડાટ ખાઈ ગયા હતા.
૧૬