________________
સાધ્વી, મલ્લીકુમારી વગેરેના દૃષ્ટાંત ખબર જ છે ને ? સરળતાના અભાવે દ્રૌપદીએ પૂર્વભવમાં પોતાની આબરૂ બચાવવા કડવી તુંબડી ધર્મરુચિ અણગારને વહોરાવી દીધી. Result માં મળ્યો અનંત સંસાર, તે પણ રીબામણ ભરેલો.
સરળ હોય તેને લગભગ કોઈની ઈર્ષ્યા, અદેખાઈ ન થાય અને માયાવી હોય તે પ્રાયઃ મહત્ત્વાકાંક્ષી હોય. તેથી જ તે ઈર્ષ્યા, અદેખાઈથી બળતો હોય. સિંહગુફાવાસી મુનિ તેથી જ પતિત થયા ને ! પીઠ અને મહાપીઠ પણ તેથી જ સ્ત્રીવેદ પામ્યા, ભલે ને ચરમશરીર મળ્યું. શિષ્યની ઈર્ષ્યાથી જ નયશીલસૂરિ બીજા ભવમાં સાપ થયા તેવું સંવેગરંગશાળા ગ્રંથમાં દર્શાવેલ છે.
સરળ હોય તે કોઈની ય ભૂલને માફ પણ કરી શકે. વક્ર પ્રાયઃ બીજાની ભૂલને જ શોધતો હોય. ઉપદેશમાલામાં (ગાથા-૯૯) બતાવેલ દત્ત મુનિનું દૃષ્ટાંત ખ્યાલમાં છે ને ? પોતાના ઉપકારી સંયમી ગીતાર્થ ભવભીરુ ગુરુદેવની પણ ભૂલને જ તે જોતા રહ્યા. જ્યારે સરળ એવા પાર્શ્વનાથ ભગવાનના જીવે (પ્રથમ મરુભૂતિના ભવમાં) તાપસ બનેલા પોતાના નાના ભાઈ કમઠનો દેશનિકાલ થવામાં પોતાની ભૂલને કારણ માની અને તેઓ ખમાવવા તૈયાર થઈ ગયા.
સરળ હોય તે પોતાની ભૂલનો બચાવ ન કરે પણ સ્વીકાર કરે. મૃગાવતી સાધ્વીએ પોતાની ભૂલ સ્વીકારી તો કેવળજ્ઞાનની ભેટ મળી. તેના મૂળમાં હતી સરળતા. સરળતા સદા Positive Thinking આપે અને વક્રતા હંમેશા Negative Thinking આપે. પ્રથમમાં ઉત્થાન છે અને બીજામાં પતન છે, સર્વતોમુખી વિનાશ છે. પસંદગી કોની કરવી ? તે આપણા હાથમાં છે. પોતાનાથી દેડકી મરી ગઈ- એમ ન સ્વીકાર્યું તો તપસ્વી મુનિ ચંડકોશિક નાગ થયા. સરળ હોય તે પ્રાયઃ કોઈની સાથે સંઘર્ષમાં ન ઉતરે અને માયાવી પ્રાયઃ સંઘર્ષ કર્યા વિના ન રહે. વક્ર અગ્નિશર્મા સંઘર્ષમાં
૨૯